“Golden Festival”
ભારતના ફેવરિટ જ્વેલરી ડેસ્ટિનેશન અને મુંબઈ, અમદાવાદ, સુરત, વાપી, ભરૂચ અને કોસંબામાં વિશાળ શોરૂમ ધરાવતા કલામંદિર જ્વેલર્સ દ્વારા તમામ પ્રકારની ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરીની મેકિંગ ચાર્જીસ પર 100% સુધી ડિસ્કાઉન્ટની આકર્ષક ઓફર રજૂ કરી છે. “સુવર્ણ મહોત્સવ 2.0” અંતર્ગત આ મર્યાદિત સમયની ઑફર, સોમવાર, 15 જુલાઈ, 2024 થી તમામ કલામંદિર જ્વેલર્સ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે.
સુવર્ણ મહોત્સવ 2.0, જ્વેલરી મેકિંગ ચાર્જીસ પર 100% સુધીની છૂટ ઓફર કરે છે, જે આગામી તહેવારોની સીઝન અને આગામી લગ્નની સીઝન પહેલા આવી છે. આ અદ્ભુત ઓફર સાથે, ગ્રાહકો જ્વેલરી પ્રત્યેના તેમની લાગણી અને પ્રેમને વ્યક્ત કરવા સાથે નોંધપાત્ર બચત પણ કરી શકે છે. આ ઑફર કોઈપણ મર્યાદા વિના રજૂ કરવામાં આવી છે, જે ગ્રાહકોને 36,000+ થી વધુ ઉત્કૃષ્ટ ડિઝાઇન અને શ્રેષ્ઠ ગુણવત્તાની જ્વેલરીની વિશાળ રેન્જમાંથી પસંદગી કરવાની મંજૂરી આપે છે, જે ખરેખર આધુનિકતા અને પરંપરાનું પરફેક્ટ મિશ્રણ છે.
આ ઓફર અંગે કલામંદિર જ્વેલર્સના ડિરેક્ટર મિલન શાહે જણાવ્યું હતું કે, “અમે સુવર્ણ મહોત્સવ 2.0 લોન્ચ કરતાં ખૂબજ આનંદિત અને ઉત્સાહિત છીએ. આ એક સ્પેશિયલ ઓફર છે, જેમાં ગ્રાહકો તમામ પ્રકારની ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરીની મેકિંગ ચાર્જીસ પર 100% સુધીની છૂટનો લાભ લઈ શકે છે. આ ઑફર ગ્રાહકો માટે અમારી લક્ઝુરીયસ ડિઝાઇનની જ્વેલરીની વ્યાપક શ્રેણી નિહાળવાની અને અમારી બ્રાંડની ભવ્યતાનો અનુભવ કરવાની ઉત્તમ તક આપે છે. ગયા વર્ષે અમારી સુવર્ણ મહોત્સવ ઓફરને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો અને હવે અમે અમારા ગ્રાહકો માટે વધુ સારી ઓફર રજૂ કરતા ખૂબજ ગૌરવ અનુભવીએ છીએ.”
હાલમાં સોનાના ભાવો સર્વકાલીન ઊંચાઈની નજીક હોવાથી, ગ્રાહકો કલામંદિર જ્વેલર્સ પાસેથી તેમની જ્વેલરીની ખરીદી પર સારી એવી બચત કરી શકે છે. આ ઑફર કલામંદિર જ્વેલર્સના ગ્રાહક-કેન્દ્રિત અભિગમનો એક ભાગ છે.
કલામંદિર જ્વેલર્સના વ્યાપક ડિઝાઈનર જ્વેલરી કલેક્શનમાં બ્રાઈડલ જ્વેલરી, બ્રેસલેટ, ચેઈન, વીંટી, મંગળસૂત્ર, કાડા, નેકલેસ, પેન્ડન્ટ્સ, ઈયરિંગ્સ, પેન્ડન્ટ સેટ અને ઘણું બધું સામેલ છે.
કલામંદિર જ્વેલર્સ, 38 વર્ષથી વધુ સમયથી તેની અજોડ ડિઝાઇન અને વિશ્વ કક્ષાની કારીગરી માટે પ્રખ્યાત છે. તેણે ગ્રાહકોના હૃદયમાં એક વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. તે તમામ પેઢીઓ અને પ્રસંગો માટે શ્રેષ્ઠ જ્વેલરી ઓફર કરે છે. કલામંદિર જ્વેલર્સ પારદર્શિતા અને ગુણવત્તાને પ્રાધાન્ય આપે છે અને પરિવારના દરેક સભ્ય માટે પસંદગીનું જ્વેલરી ડેસ્ટિનેશન હોવા પર ગર્વ અનુભવે છે.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.