ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસ વધતાં રાજ્યમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ સુરતમાં જોવા મળી રહ્યું છે. ત્યારે હવે સુરતનું તંત્ર એક્શનમાં આવી ગયું છે. કોરોનાનો રાફડો ન ફાટે એ માટે તંત્રએ સઘન પગલાં ભર્યા છે. સુરતમાં 300 સીટી બસ સેવાં અને BRTS સેવાં બંધ કરી દેવામાં આવી છે. ઉપરાંત 17 માર્ચ 2021થી સુરતમાં રાત્રે 10 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કફર્યૂને અમલમાં મૂકવાનો આદેશ કરવામાં આવ્યો છે. કોરોનાના કેસ વધતાં સુરત મહાનગર પાલિકા એક્શન મોડમાં આવી ગયું છે. મનપા દ્વારા શહેરમાં બીઆરટીએસના કુલ 20 જેટલા રૂટ બંધ કરવામાં આવ્યા છે. શહેરના રાંદેર, અઠવા, અડાજણ, પાલ અને ટેક્સટાઇલ્સ માર્કેટ વિસ્તારમાં બીઆરટીએસ તેમજ સિટી બસ સેવા બંધ કરવામાં આવી છે. સુરતમાં 20 રૂટની કુલ 300 જેટલી બસો બંધ કરવામાં આવી છે.
સુરતના તમામ બાગ- બગીચાઓ બંધ કરાવવામાં આવ્યા છે. શહેરના કુલ આઠ ઝોનમાં આવેલ બાગ – બગીચા બંધ કરવાનો આદેશ કરાયો છે. સુરતમાં વધતા કોરોનાના કેસોને કારણે તંત્ર સતર્ક બન્યું છે. ઉપરાંત સ્વીમીંગ પુલો પણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ શહેરમાં વધતાં જતા કોરોના સંક્રમણને પગલે સુરત મ્યુનિસિપલએ બહારથી આવતાં લોકો માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં બહારથી આવનાર લોકોએ સાત દિવસ માટે ફરજિયાત હોમ કોરોન્ટાઈન રહેવું પડશે. આ દરમિયાન જો કોઈ પ્રકારના લક્ષણ જોવા મળે તો તાત્કાલિક કોવિડ ટેસ્ટ કરાવવાનો રહેશે. આ નિયમનું પાલન ન કરનારા સામે એપેડેમિક એક્ટ હેઠળ પગલાં ભરવાની પણ ચીમકી આપી છે.
સીટી બસ અને BRTS સેવાં બંધ, બાગ-બગીચાને પણ કરવાં અપાયાં આદેશ
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.