રસીકરણ
ઈન્ડિયા ન્યૂઝ, ગાંધીનગરઃ રાજ્યભરમાં આગામી 3 જાન્યુઆરી-2022થી 15થી 18 વર્ષના બાળકો-વિદ્યાર્થીઓને કોરોના સામે રક્ષિત કરવા વેક્સિનેશન (Vaccination) કામગીરી હાથ ધરાશે. જેમાં જિલ્લાકક્ષાએ આરોગ્ય અધિકારીઓને આયોજન કરવા સૂચના આપી દેવાઈ છે. આ માટે રાજ્યભરની શાળાઓમાં રૂટિનમાં જે વેક્સિનેશન (Vaccination) કામગીરી ચાલી રહી છે. તેની સાથે સાથે આ વેક્સિનેશન (Vaccination) અભિયાન હાથ ધરાશે. તેમજ ‘હર ઘર દસ્તક’ અભિયાન ચાલે છે તેમાં પણ શાળાએ ન જતા 15થી 18 વર્ષના બાળકોને વેક્સિન (Vaccine) અપાશે. આ માટે રાજ્યભરમાં 30 લાખથી વધુ બાળકોનો ડેટા આરોગ્ય વિભાગ પાસે ઉપલબ્ધ છે તે તમામને આવરી લેવાશે. હાલ બાળકોને કોવેક્સિન આપવામાં આવશે. આ માટે પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો રાજ્ય સરકાર પાસે ઉપલબ્ધ હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું.
દેશમાં ઓમિક્રોન વેરિએન્ટ અને 15થી 18 વર્ષના બાળકો તથા વયસ્કોને, હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સને પ્રિકોશન ડોઝ આપવા અંગે કેન્દ્રીય આરોગ્ય સચિવ દ્વારા આજે વિવિધ રાજ્યોના આરોગ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી સમીક્ષા બેઠકમાં રાજ્યો દ્વારા કરાયેલી વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
મીડિયા સાથે વાતચીતમાં અગ્રવાલે ઉમેર્યુ કે, રાજ્યના હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને સિનીયર સિટીઝન્સને પણ પ્રિકોશન ડોઝ આપવાનો પણ કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. આ માટે પણ સંપૂર્ણ તૈયારી સાથે આયોજન કરી દેવામાં આવ્યું છે.
તેમણે ઉમેર્યુ કે, જે લોકોએ બન્ને ડોઝ લીધા હોય અને 39 અઠવાડિયાનો સમય થયો હશે તેવા નાગરિકોને આ ડોઝ આપવામાં આવશે. હાલ રાજ્યમાં 6.24 લાખ હેલ્થકેર વર્કર્સ અને 3.19 લાખ ફ્રન્ટલાઈન વર્કર્સ મળી કુલ 6.40 લાખ લોકો રસી માટે પાત્ર છે. આ તમામને 10 જાન્યુઆરીથી આ ડોઝ આપવાની કામગીરી હાથ ધરાશે અને જેમ જેમ લોકો પાત્ર થતા જશે તેમ તેમ તે તમામને આ પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી હાથ ધરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી દેવાઈ છે. આ ઉપરાંત 60 વર્ષથી ઉપરના વયસ્ક-સિનીયર સિટિઝન્સને પણ પ્રિકોશન ડોઝ આપવાનું નક્કી કરાયું છે. તે સંદર્ભે રાજ્યમાં 37 હજાર લોકો પાત્રતા ધરાવે છે. તે તમામને આ ડોઝ 10મીથી અપાશે. તેમજ જેમ જેમ વયસ્કો પાત્રતા ધરાવતા થશે તેમ તેમ તમામને આ પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.
રાજ્યમાં આજની તારીખે 45 લાખ જેટલા વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે. એટલે રસીનો જથ્થો પર્યાપ્ત છે અને જેમ જેમ જરૂરિયાત થશે તેમ તેમ કેન્દ્ર સરકાર દ્વારા જથ્થો ઉપલબ્ધ કરાવાશે તેમણે ઉમેર્યુ હતું.
આ પણ વાંચોઃ દિલ્હી દાઝ્યું Coronaના પ્રકોપથી
આ પણ વાંચોઃ Latest Covid Guidelines for Delhi जानिए देश की राजधानी में कहां होगी पाबंदी और कहां कितनी छूट
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.