ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી
વિશ્વભરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને -Omicron દહેશત ફેલાવી છે. ત્યારે ગુજરાતમાં પણ ઓમિક્રોન- Omicron વેરિયન્ટનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો હતો, જેના સંપર્કમાં આવેલી તેની પત્ની અને સાળા એમ બે વ્યક્તિમાં પણ ઓમિક્રોન હોવાનું સામે આવ્યું છે. હવે ગુજરાતમાં ઓમિક્રોનના કુલ ત્રણ કેસ થયા છે. આ ત્રણેય કેસ જામનગરમાં નોંધાયા છે.જામનગરમાં જે વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ આવી હતી તેના સંપર્કમાં આવેલી બે વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી ઓમિક્રોનને- Omicron લઈ તેમનાં સેમ્પલ મોકલવામાં આવ્યાં હતાં, જેમાં આ બન્ને વ્યક્તિમાં પણ ઓમિક્રોન હોવાનું લેબોરેટરી તપાસમાં સામે આવ્યું છે.
ગુજરાતમાં ઓમિક્રોનનો – Omicronપ્રથમ કેસ જામનગરમાં નોંધાયો હતો. ઝિમ્બાબ્વેથી 28 નવેમ્બરે ગુજરાત આવેલા જામનગરના 72 વર્ષીય વૃદ્ધનો 2 ડિસેમ્બરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઓમિક્રોનનાં શંકાસ્પદ લક્ષણ જોવા મળતાં સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યું હતું. આ વૃદ્ધનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતાં શહેરનું આરોગ્યતંત્ર હરકતમાં આવી ગયું છે. ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો આ પ્રથમ કેસ નોંધાયો હતો. મુખ્ય સચિવે જામનગરના કલેક્ટર અને આરોગ્ય અધિકારીઓ સાથે રિવ્યુ મીટિંગ બોલાવી હતી અને મુખ્યમંત્રીએ પણ તાત્કાલિક રિવ્યુ બેઠક બોલાવી હતી.
હવે નહી તો કદી નહીં
જો આ જ રીતે બેદરકારી દાખવવામાં આવશે તો ગુજરાતમાં સ્થિતી કથળતા વાર નહીં લાગે. હવે જરૂર છે સમયસુચકતા વાપરી પરિસ્થીતીને સંભાળવાની. જો હજી પણ માસ્ક, સોશ્યિલ ડિસ્ટનસીંગ અને જરૂરી સાવચેતી ન રાખી તો બચવું મુશ્કેલ થઈ જશે. એટલે જ જલ્દી સમજો અને કોવિડ એપ્રોપ્રીઈટ વર્તનને ધ્યાનમાં રાખો અને બચાવો પોતાને અને પોતાના પરિવારજનો તથા સમાજને. જો કે આ તમામની વચ્ચે લોકો વેક્સિનના બે ડોઝ લીધા બાદ પણ ચિંતામાં મુકાયા છે. ત્યારે કોરોનાને જજ કરવો કોઈ પણ સામાન્ય માણસ માટે તથા નિષ્ણાત માટે ઘણું જ અઘરૂ બની ગયું છે. ખેર એ તો આવનારો સમય જ બતાવશે. પણ હાલ તો આપણે સૌએ સલામતી જાળવવી એ આપણી સૌ પ્રથમ પ્રાથમિક ફરજ છે.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.