દાદા થયા ઘાયલ – Sourav Ganguly
ક્રિકેટ જગત માટે એક માઠા સમાચાર સામે આવ્યાં છે. બીસીસીઆઈ પ્રમુખ Sourav Ganguly કોરોના પોઝિટિવ થતાં ખળભળાટ મચી ગયો છે.કોરોનાના ઓમિક્રોનના વધતા સંકટ વચ્ચે આ સમાચાર ચિંતાજનક છે. આ વર્ષની શરૂઆતમાં Sourav Gangulyને પણ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. Sourav Ganguly
સમયની ગુગલી
સૌરવ ગાંગુલી આ પહેલાં પણ અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સામે ઝઝૂમતા આવ્યાં છે. ત્યારે પણ ડોક્ટરોએ તેમને તબિયત સાચવવા માટે ખુબ જ તાકિદ કરી હતી. એવામાં કોરોનાની ઝપેટમાં આવવાથી તબિયત પર માઠી અસર પડી શકે છે. એજ કારણ છેકે, તેમના સાથી મિત્રો સચિન તેંડુલકર અને ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ રાહુલ દ્રવિડ સહિત સૌ કોઈ ચિંતાતૂર છે. સૌરવ ગાંગુલીના ચાહકોને પણ ચિંતા સતાવી રહી છે. સૌ કોઈ તેમના સારા સ્વાસ્થ્ય માટે કામના કરી રહ્યું છે.
તકેદારી એ જ માત્ર રસ્તો
કોરોનાએ જે પ્રકારનો કહેર વર્ષાવ્યો છે તેને જોતા એક વાત તો સ્પષ્ટ છે કે આ બિમારી માટે કોઈ પણ નિયમ લાગુ નથી પડી રહ્યા. કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ તેનો ભોગ બની સંક્રમિત બની શકે છે એવામાં જેટલી પણ સાવચેતી રાખવામાં આવશે તેટલું સારૂ રહેશે.
Get Well Soon DADA
દુુનિયાના જાંબાઝ બોલરોને ચારે બાજુથી ધોઈ નાખનાર અને ભલભલા બોલરોને પરસેવો પાડનાર દાદા એટલે સૌરવ ગાંગુલી આ રીતે કોરોનામાં સપડાતા ક્રિકેટ જગત તથા તેમના ફેન્સમાં એક નિરાશા તથા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઓમિક્રોનના વધતા કેસ અને કોરોનાના આંકડાઓમાં જે છલાંગ રોજબરોજ જોવા મળી રહી છે તે દર્શાવે છે કે જો હજી પણ સાવચેતીના પગલાં ન લીધા તો આવનાર સમયમાં આપણે બધાએ તેની ભારે કિંમત ચુકવવી પડી શકે છે. ત્યારે હાલ તો આશા રાખીએ કે આપણા સૌના ફેવરિટ અને ભારતીય ક્રિકેટમાં એક નવો જ જોમ ઉમેરનાર સૌરવ ગાંગુલી ધ બેંગોલ ટાઈગર જલદી થી જ સાજા સારા થઈ બીસીસીઆઈનું સંચાલન કરી ક્રિકેટમાં નવું મોરપીંછ ઉમેરે તેવી અંત:કરણથી પ્રાર્થના.
તમે આ પણ વાંચી શકો છો
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.