બનાસકાંઠા SOG પોલીસે ડીસા પંથકમાંથી ગાંજાના છોડ સાથે બે શખ્સોને ઝડપી
બનાસકાંઠા SOG પોલીસે ડીસા પંથકમાંથી ગાંજાના છોડ સાથે બે શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી ₹5,32,650 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યુવકોના જીવનને બરબાદ કરતુ આ ઝહેર ખુબજ ઝડપ થી શહેર માં લોકોને આસાની થી મળી જાય છે, પરંતુ હવે આવી વસ્તુનું વેચાણ કરતા અસામાજિક તત્વો સામે sog વિભાગે લાલ આંખ કરી છે, શહેર જિલ્લા માં કોઈપણ આવા પ્રકારનું સેવન કે વેચાણ કરશે તેણે જેલના સળિયા પાછળ ધકેલવા માં આવશે.
બનાસકાંઠા એસઓજી શાખાના પીઆઇ એચ.બી.ધાંધલીયા ની સૂચનાથી પીએસઆઇ એ.જી. રબારી સ્ટાફના માણસો સાથે ડીસા પંથક માં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમી હકીકત અને બાતમીના આધારે ડીસાના ડોલીવાસ થી બનાસ નદી તરફ જતા હનુમાનજીના મંદિર સામે રાજુભાઈ સૈનીના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા કેસરસિંહ પરબતસિંહ વાઘેલા અને ધારસિંગ પચાણસિંહ ચૌહાણ ના ખેતરના સેઢા ઉપર છુટાછવાય માદક પદાર્થ ગાંજાના છોડનો વાવેતર કરેલું હતું.
જેમાં ધારસિંગ એ વાઘેલા ખેતરમાંથી ગાંજાના કુલ છોડ 464 જેનું વજન 36 કિલો 465 ગ્રામ જેને કિંમત રૂપિયા 3,64,650 તેમજ કેસરસિંહ એ વાવેતર કરેલ ખેતરમાંથી ગાંજાના છોડ નંગ 254 જેનું વજન 16 કિલો 800 ગ્રામ કિંમત રૂપિયા 1,68,000 નું ગેરકાયદેસર વાવેતર કરેલ હોવાથી તેમની ઝડપી લઇ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે બે શખ્સોને ઝડપી લઇ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.