નાયબ કલેક્ટરના બેંકમાં લોકરમાં 56 લાખથી વધુના 10 સોનાના બિસ્કિટ મળી આવ્યા.
રાજ્યમાં એક બાદ એક લાંચિયા બાબુઓ ACBની ટ્રેપમાં પકડાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં પાલનપુરમાં જીલ્લા સેવા સદન-2માં ક્લાસ-1 અધિકારી અધિકારી અને ક્લાસ-3 અધિકારી 3 લાખની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા હતા. ત્યારે ACB દ્વારા આ ક્લાસ-1 મહિલા અધિકારીના બેંક ખાતા અને લોકરની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી લાખો રૂપિયાની કિંમતનું સોનું મળી આવ્યું છે
ખાસ છે કે, બનાસકાંઠામાં ફરીયાદીના મિત્રના બે પ્લોટમાં સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વગર બાંધકામ કરી મકાન બનાવવામાં આવેલું હતું. જેથી બાંધકામની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી તેમજ ઘટાડેલી સ્ટેમ્પ ડ્યુટીનું ચલણ ઝડપથી આપવા માટે એક મકાનના રૂ.1.50 લેખે બે મકાનના રૂ.3 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. જોકે ફરિયાદી લાંચના પૈસા આપવા ન માગતા હોવાથી તેમણે એ.સી.બીનો સંપર્ક કર્યો હતો.
સ્ટેમ્પ ડ્યૂટી મુલ્યાંકન કચેરી પાલનપુર ખાતે ફરજ બજાવતા નાયબ કલેક્ટર અંકિતા ઓઝા (Ankita Oza Deputy Collector) એ સ્ટેમ્પ ડ્યૂટી ભર્યા વિનાના બાંધકામોનું સ્થળ નિરિક્ષણ કરીને પ્લોટધારકોને નોટિસ ફટકારી હતી. નોટિસ મળતા પ્લોટધારકો વતી Gujarat ACB ના ફરિયાદીએ સ્ટેમ્પ ડ્યૂટી ઓછી કરવા સ્ટેમ્પ ડ્યૂટી કચેરી (Stamp Duty Office) ના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. નાયબ કલેકટર અંકિતા ઓઝા અને ઈન્ચાર્જ કચેરી નિરિક્ષક ઈમરાનખાન નાગોરી (Imrankhan Nagori) એ સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડી આપી ચલણની કાર્યવાહી ઝડપી કરી આપવા શરૂઆતમાં 4.50 લાખની માગણી કરી હતી. રકઝકના અંતે એક મકાનના 1.50 લાખ પેટે એમ બે મકાનના 3 લાખ રૂપિયાની લાંચ નક્કી થઈ હતી. ગત 25 ફેબ્રુઆરીના રોજ 3 લાખની લાંચ લેતા ઈમરાન નાગોરી અને સહ આરોપી અંકિતા બાબુલાલ ઓઝાને Gujarat ACB ના ગાંધીનગર એકમના પીઆઈ એચ. બી. ચાવડા (PI H B Chavda) એ રંગે હાથ ઝડપ્યા હતા.
પાલનપુરમાં નાયબ કલેક્ટર અંકિતા ઓઝા લાંચ કેસ મામલો ACBએ અંકિતા ઓઝાની બેંકની તપાસ હાથ ધરી હતી. બેંકમાં લોકરમાં 56 લાખથી વધુના 10 સોનાના બિસ્કિટ મળી આવ્યા. સાત સોનાની લગડી અને સોના ચાંદીના દાગીના કબ્જે કરવામા આવ્યા. બેંક લોકરમાંથી કુલ 74 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામા આવ્યો ACBએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી નાયબ કલેક્ટર અંકિતા ઓઝા 3 લાખની લાંચ લેતા ACBએ ઝડપી પાડી હતી
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.