Murder Culprits Arrested : પિતા પુત્રની બેવડી હત્યામા 7 આરોપીઓ ઝડપાયા, વંથલી તાલુકાના રવની ગામે બની હતી ઘટના
જૂનાગઢના વંથલી તાલુકાના રવની ગામે થોડા દિવસ પહેલા રાત્રે ડબલ મર્ડરની ઘટના બની છે. રવની ગામે સીમમાં પિતા-પુત્રની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી છે. ત્યારે પિતા પુત્રની બેવડી હત્યા નિપજાવનાર 7 આરોપીઓ ઝડપાયા છે.
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવનીવાળા સલીમ હબીબ સાંધની એકાદ વર્ષ પહેલાં હત્યા થતા મરણ જનારનું લોકેશન આપવાનું મન દુઃખ રાખી રવની ગામે ગત તારીખ 11 મેના રોજ રાત્રીના પિતા-પુત્ર રફીક અને જીહાલ પર ગોળીઓ ધરબી વાડીએ ખૂની ખેલ ખેલી મોતને ઘાટ ઉતાર્યા હતા. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ અને વંથલી પોલીસે રહીમ ખુરી અને હુસેન અલારખા સાંઘને જયપુરની એક હોટેલમાંથી ઝડપી લેવાયા બાદ બંને આરોપીઓની સઘન પૂછપરછ કરી હતી અને ત્યારબાદ અન્ય 5 આરોપીઓ ઈમ્તિયાઝ સાંઘ, જુમ્મા હબીબ, અને હનીફ સાંઘ, હબીબ સાંઘ, તેમજ ઇસ્માઇલ સાંઘને કુલ રૂપિયા 15,90,800 ના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી કરી હતી. પોલીસે કબજે લીધેલા હથિયારોમાં દેશી જામગરી અને દેશી પિસ્તોલ તેમજ ગન પાવડર અને 4 મોબાઈલ ફોન અને એક કિયા મોટરકાર સહિતનો મુદામાલ કબજે લીધો હતો.
તમે આ પણ વાંચી સકો છો :
Bhavnagar: મનપા દ્વારા બિલ્ડીંગને સીલ મરતા હીરા વેપારીઓમાં રોષ
તમે આ પણ વાંચી સકો છો :
Arwind Kejriwal: INDIA એલાયન્સ માટે કેજરીવાલનો ચાંદની ચોકમાં જેપી અગ્રવાલ માટે રોડ શો
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.