ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ની આજે ૭૪ મી વર્ષગાંઠ છે, ત્યારે દેશભરમાં મોદીના જન્મદિવસ ની જુદા જુદા પ્રકારે ઉજવણી થઇ રહી છે.ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અલગ અલગ કાર્યક્રમ આપીને મોદીનો બર્થડે ઉજવી રહ્યા છે.કોઈ સફાઈ શપત લઈને તો કોઈ યજ્ઞ કરીને મોદીની લાંબી આયુ માટે પ્રભુ ને પ્રાર્થના કરી રહ્યા છે.તો વિશ્વ ના સવથી પ્રતીભાશાળી ચેહરો એવા મોદીના ચાહકો પણ તેમના બર્થડે ની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે.ત્યારે વાપીના ચિત્રકાર સરગમ ગોધાણી એ મોદીનું અત્ભુત પેન્ટિંગ બનાવીને તેમને જન્મદિવસની ભેટ આપી છે.
2019 માં પણ સરગમ ગોદાણી એ બનાવેલા પેન્ટિંગ સીમલા આર્ટ એક્ઝીબીશન માં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું
મોદી ચાહક ગોધાણી આ પેહલા પણ મોદીજી ના પેન્ટિંગ બનાવી ચુક્યા છે અને તેમના પેન્ટિંગ ને જુદા જુદા સ્તરે પુરસ્કાર પણ મળી ચુક્યા છે.વર્ષ ૨૦૧૯ માં પી.એમ મોદીના પેન્ટિંગ નું મેગા આર્ટ એક્ઝીબીશન રાજકોટમાં યોજાયું હતું.જેમાં ૨૦૦ જેટલા ચિત્રકારો એ ભાગ લીધો હતો અને સરગમ એ “NAMO AGAIN” થીમ ઉપર મોદીજી નું પેન્ટિંગ બનાવ્યું હતું.આ પેન્ટિંગ ખુબજ આકર્ષક હતું અને તેમની કલાના ભારે વખાણ થયા હતા.તેમના આ પેન્ટિંગ ને ગ્લોબલ રેકોર્ડ્સ, નેશનલ રેકોર્ડ્સ તેમજ ઇન્ડિયા પેસેફિક રેકોર્ડ માં સ્થાન મળ્યું હતું.
મોદીએ સરગમ ને આભાર વ્યક્ત કરતો પત્ર લખ્યો હતો
સવકોઈ જાણે છે કે માતા હીરાબા માટે મોદીજી ને અનોખો પ્રેમ હતો.વડા પ્રધાન બન્યા બાદ મોદી જયારે પણ ગુજરાત આવતા હતા ત્યારે તે અચૂક માતા હીરાબા ને મળવા જતા હતા.સરગમ એ મોદીજી ની માતા હીરાબા સાથે પણ અત્ભુત પેન્ટિંગ બનાવી હતી. હીરાબા અને મોદીજી ની આ પેન્ટિંગ માં માતા-પુત્ર વચ્ચે નો પ્રેમ છલકાતો નજરે પડતો હતો અને આ પેન્ટિંગ મોદીજી સુધી પોહચી હતી.પેન્ટિંગ જોઈ મોદી પણ મગ્ન થઇ ગયા હતા અને તેમણે સરગમ ને આભાર વ્યક્ત કરતો પત્ર પાઠવ્યો હતો.
વાપીની આ ચિત્રકાર એ પોતાના જુદા જુદા થીમના પેન્ટિંગ બનાવી દેશભરમાં વાપીનું નામ રોશન કર્યું છે.સરગમ ગોધાણી એ બનાવેલી પેન્ટિંગ અનેક એકઝીબીશનમાં ઝળકી ચુકી છે.જે રીતે સરગમ પોતાના વિચારો પેન્ટિંગ ના રૂપમાં કાગળ ઉપર ઉતારે છે એ અનોખા છે અને આવનારા દિવસોમાં પણ સરગમ જુદા જુદા થીમ ઉપર પેન્ટિંગ બનાવી દેશના સાચા હીરોને પ્રોત્સાહિત કરશે…
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.