200 Workers To Join BJP : અલ્પેશ કથિરીયા સહિત PAASના 200 કાર્યકરો ભાજપમાં જોડાશે સુરત ખાતે મળેલી ગુપ્ત બેઠકમાં લેવાયો નિર્ણય
200 Workers To Join BJP : ભાજપ સિવાય છૂટકો નથી-બેઠકમાં સમર્થન લેવાયું આવનાર દિવસોમાં ભાજપા ના દિગ્ગજ નેતા હાજરીમાં જોડાશે.
દેશના રાજકારણમાં ચર્ચામાં રહેલા સુરતમાં હવે વધુ એક ઘટસ્પોર્ટ થવા જય રહ્યો છે.. થોડા દિવસો અગાઉ આમ આદમી પાર્ટી માંથી રાજીનામું આપનારા ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરીયાએ હવે કેસરીયા કરવાનો નિર્યણ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. એક ગુપ્ત બેઠકમાં મળેલી કાર્યકરોની મિટીંગમાં આ મુદ્દે ચર્ચા થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.
સમગ્ર રાજ્યના રાજકારણનું એપીસેન્ટર હાલ સુરત બની ગયું છે. ભાજપના ઉમેદવાર બિનહરિફ જાહેર થયા છે. ત્યારે કોંગ્રેસના નિલેશ કુંભાણીએ ફોર્મ રદ્દ થયા બાદ અન્ય ઉમેદવારોએ કરેલી પાછી પાનીને લઈને સુરત સમગ્ર રાજ્ય સહિત દેશના રાજકારણમાં ચમકી રહ્યું છે. ત્યારે અનામતની માંગણી અને ભાજપ સરકાર સામે વિરોધ કરવા જે સમિતિનું ગઠન થયું હતું. તે પાટીદાર આંદોલન સમિતિ એટલે કે પાસ હવે ભાજપમાં ભળે તો નવાઈ નહીં. પાસના સુરતના કાર્યકરોની એક મિટિંગ મળી હતી. સરથાણા ખાતે આવેલા ગુરુદેવ ફાર્મ હાઉસમાં ગુપ્ત બેઠક મળી હતી. આ બેઠકનું આમંત્રણ પાસના અલ્પેશ કથિરીયા દ્વારા કરાયું હતું. જેમાં 200 કાર્યકરો હાજર રહ્યા હતાં. જેમાંથી 150 જેટલા કાર્યકરોએ ભાજપમાં જોડાવાના પસ્તાવને સમર્થન આપ્યું હતું. જ્યારે 50એ જોડાવાનો ઈન્કાર કરી વિરોધ પણ નહીં કરે તેવી વાત ઉચ્ચારી હતી.
સમગ્ર મિટીંગ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુશાર, પાસના કાર્યકરોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં હવે પછી કઈ રીતે આગળ વધવું. તથા યુવાનો પર જે કેસ થયા છે. તે પરત કેવી રીતે ખેંચાય તથા રાજકીય રીતે શું કરવું તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસ બાદ આપમાં જઈ આવેલા નેતાઓને હવે ભાજપ સિવાય છૂટકો ન હોયે તેવું પણ ઘણા કાર્યકરોને લાગી રહ્યું છું. ત્યારે હવે આગામી સમયમાં વહેલી તકે ભાજપમાં જોડાઈને સમાજને ઉપયોગી થાય તેવા નિર્ણયો સરકાર કરે તે પ્રકારની ચર્ચા થઈ હતી. આ સિવાય કોઈને વાંધો હોય તો ખાનગી રીતે નેતાઓ સાથે વાતચીત કરી લેવા માટેની વાત બેઠકમાં થઈ હતી.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Health Tips for Exercise : કસરત કરવાના આ ફાયદા છે જાણવા જેવા
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.