Bhupendra Singh Jhala: બીજેપી કાર્યકર દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી – INDIA NEWS GUJARAT
Bhupendra Singh Jhala:સાબરકાંઠા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી અને સમર્થકો દ્વારા શક્તિ પ્રદર્શન સાથે રીલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભર્યું હતું. જોકે અપક્ષ ઉમેદવાર ભુપેન્દ્રસિંહ ઝાલાને ભાજપના ચૂંટાયેલા જિલ્લા સદસ્યો અને તાલુકા સદસ્યોએ સમર્થન કર્યું હતું.
સાબરકાંઠા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે શોભનાબેન બારૈયાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ ઉમેદવારથી નારાજ હતા અને વિરોધ પણ કર્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. ભુપેન્દ્રસિંહ ઝાલા ઉમેદવારી નોંધાવવા માટે સભા યોજી હતી જે સભામાં મોટી સંખ્યામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાથો સાથ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેડ પર ચૂંટાઈ આવેલા તાલુકા સદસ્યો અને જિલ્લા સદસ્યો દ્વારા પણ અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાને સમર્થન આપવામાં આવ્યું હતું.
ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ગ્રો મોર એજ્યુકેશન કેમ્પસ ખાતે સભા યોજી હતી અને ત્યાંથી કાર રેલી સ્વરૂપે હિંમતનગરના સહકારી ખાતે પહોંચ્યા હતા અને છાપરીયા ચાર રસ્તા પાસે જેસીબી વડે સમર્થકોએ પુષ્પ વર્ષા કરી હતી અને ત્યાંથી રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદન ખાતે પહોંચી ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. જોકે ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ઉમેદવારી નોંધાવતા જિલ્લાના રાજકારણમાં અનેક ફેરફાર હાલમાં જોવા મળી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટી શાસિત જિલ્લા પંચાયત સદસ્યો તેમજ ભારતીય જનતા પાર્ટી શાસિત હિંમતનગર તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના સદસ્યો પણ ભુપેન્દ્રસિંહ ઝાલા ની અપક્ષ ઉમેદવારી કરવા માટે સમર્થન આપ્યું છે. ત્યારે જિલ્લા ભાજપ માટે વધુ એક પેચીદો પ્રશ્ન ઉભો થયો છે. અગાઉ પણ ઉમેદવાર જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટીના મૂળભૂત કાર્યકર્તાઓ ઉમેદવારથી નારાજ હોય વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ વિરોધ હજુ સમયો ન હતો ત્યાં જ અપક્ષ ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો દ્વારા સમર્થન આપતા સાબરકાંઠા જિલ્લા ભાજપમાં વધુ એક પેચીદો પ્રશ્ન ઉભો થયો છે.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
The beginning of the festival of democracy in the country: દેશમાં લોકશાહીનો પર્વનો પ્રારંભ
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.