BJP Office: જશુભાઈ રાઠવાએ ડભોઇ ખાતે ચૂંટણી કાર્યાલય નું કર્યું ઉદ્ઘાટન – India News Gujarat
BJP Office: સમગ્ર ગુજરાત ભરમાં લોકસભા ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. આગામી 7 મેં ના રોજ લોકસભા ની ચૂંટણી યોજાનાર છે. જેને ભાગરૂપે ગુજરાત ની તમામ 182 વિધાનસભા ખાતે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો દ્વારા વિધાનસભા દીઠ ચૂંટણી કાર્યાલય ખુલ્લા મુકવામાં આવ્યા હતા.
છોટાઉદેપુર લોકસભા સીટ ના ડભોઇ વિધાનસભા નું ચૂંટણી કાર્યાલય નર્મદા પાર્ક ખાતે આજરોજ ઉમેદવાર જશુભાઈ રાઠવા તથા ડભોઇ ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.ડ ભોઇ નગર માં આવેલ નર્મદા પાર્ક સોસાયટી ખાતે હિન્દૂ શાસ્ત્રો અનુસાર ભગવાન સત્યનારાયણ ની કથા કરી ધાર્મિક વિધિ વત રીતે ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોટી સંખ્યા માં ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા એ જણાવ્યું હતું કે સુરત ખાતે 1 સીટ ભારતીય જનતા પાર્ટી દ્વારા બિન હરીફ કબ્જે કરવામાં આવતા હવે 26 પૈકી 25 સીટો ભારતીય જનતા પાર્ટી 5 લાખ કરતા વધુ માર્જિન થી જીતશે તથા નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વાર દેશ માં વડાપ્રધાન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Health Tips for Exercise : કસરત કરવાના આ ફાયદા છે જાણવા જેવા
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.