Conduct Of Worker Convention : ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલનનું આયોજન, સોનગઢ ખાતે વ્યારા અને નિઝર વિધાનસભાનું સંમેલન
Conduct Of Worker Convention : કાર્યકરોમાં ઉત્સાહ વધારવા હેતુ કરાયું સંમેલન સંમેલનમાં 60 જેટલા કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા.
નિઝર વિધાનસભા અને વ્યારા વિધાનસભા વિસ્તારમાં બારડોલી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં વ્યારા વિધાનસભાનું સંમેલન વ્યારા ખાતે જ્યારે નિઝર વિધાનસભાનું સંમેલન સોનગઢ ખાતે યોજાયું હતુ.
આગામી લોકસભા ચૂંટણી અંગે કાર્યકરોને માર્ગદર્શન આપવા સાથે કાર્યકરોમાં ઉત્સાહ વધારવા વ્યારા અને નિઝર વિધાનસભા મત વિસ્તારમાં કાર્યકર્તા સંમેલન યોજાયું હતું, જેમાં સોનગઢ ખાતે યોજાયેલ સંમેલનમાં 60 જેટલા કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમ દરમ્યાન કોવિશિલ્ડ વેક્સિનની આડઅસર અંગે મંત્રી મુકેશ પટેલને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતુ કે વેક્સીનની કોઈપણ આડઅસર થઇ નથી અને ભારતમાં બનેલી વેક્સિનના કારણે દુનિયાભરમાં સેંકડો લોકોના જીવ બચ્યા છે. લોકસભા ચૂંટણી માટે કાર્યકરોને માર્ગદર્શન અને તેમનો ઉત્સાહ વધારવા તમામ રાજકીય પક્ષો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.આ સમયે એક પક્ષ માંથી બીજા પક્ષમાં જનારા કાર્યકરોની સંખ્યા પણ વધી રહી છે.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Gujarat Foundation Day : ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી, વાંસદા રાજપૂત સમાજ દ્વારા કરાઈ ઉજવણી
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.