Junagadh: સંવિધાન બચાવો સંમેલન યોજાયું, પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક રહ્યા હાજર – India News Gujarat
Junagadh: આજે જૂનાગઢના ધરાનગરમાં કોંગ્રેસ દ્વારા સંવિધાન બચાવો દેશ બચાવો મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક ખાસ હાજર રહ્યા હતા.
લોકસભા ચુંટણી નજીક આવતા બધા પક્ષો એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે ત્યારે જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં સંવિધાન બચાવો દેશ બચાવો મહાસંમેલન આયોજિત કરાયું હતું. ત્યાં ઉપસ્થિત મુકુલ વાસનિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં દેશમાં લોકશાહી કહેવા ખાત્તર છે. હાલ તો તાનાસાહી વ્યવસ્થા પર દેશ ચાલી રહ્યો છે. ઉપરાંત મુકુલ વાસનિકે જણાવેલ કે ગુજરાતનો સ્થાપના દિન છે અને કામદાર દિન પણ છે. તેથી તમામ લોકોને હું આ દિવસની શુભકામનાઓ પાઠવું છું.
આપણે બધા અહિયાં સંવિધાન બચાવવા માટે ભેગા થયા છીએ.. આજે આ સંવિધાન છે તો આપણે આપણા હક મળે છે. જેથી આ લડાઈ આપણા હકની લડાઈ છે. સંવિધાન હશે તો આ લોકશાહી રહે છે તેમ કહી હીરાભાઈ ને જીતાડવા અપીલ કરવામાં આવેલ હતી..આ કાર્યક્રમમાં સિદ્ધાર્થ પટેલ અને મુમતાજ પટેલ પણ હાજર રહ્યા હતા. તેઓ બંને એ પણ કોંગ્રેસની જીતની આશા વ્યક્ત કરી હતી અને ભાજપ સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. શહેરના ધરાનગરમાં આયોજિત આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Gujarat Foundation Day : ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી, વાંસદા રાજપૂત સમાજ દ્વારા કરાઈ ઉજવણી
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.