Ketan Patel VS Lalu Patel : કૉંગ્રેસના કેતન પટેલે કર્યા લાલુ પટેલ પર પ્રહાર, કોંગ્રેસ ઉમેદવારે ગંભીર આક્ષેપો કરતા મચી ખળભળાટ
Ketan Patel VS Lalu Patel : કેતન પટેલે લાલુ પટેલને ગણાવ્યા બુટલેગર ‘પરિવાર પર દારૂના કેસો પણ નોંધાયા છે’ – કેતન પટેલ.
દમણ દીવ લોકસભાનાં કૉંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે ભાજપનાં ઉમેવાર લાલુ પટેલ અને તેમના પરિવાર વિરૂદ્ધ ગંભીર આક્ષેપો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કેતન પટેલે લાલુ પટેલને બુટલેગર ગણાવ્યા હતા.
રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનો અંતિમ પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં વાર પ્રતિવારનો આક્ષેપ પણ તેજ થઈ રહ્યા છે. એવા સમયે દમણ દીવ કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ અને તેમના પરિવાર પર સંસનીખેજ આરોપ લગાવ્યા છે..કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું કે ભાજપ ઉમેદવાર લાલુભાઈ પટેલ અને તેમનો પરિવાર બુટલેગર છે અને તેઓ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અને ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ 100 કરોડથી વધુ નોં દારૂ તેઓ ગુજરાતમાં સપ્લાય કરી રહ્યા છે .લાલુ પટેલ અને તેમના પરિવાર પર દારૂના કેસો પણ નોંધાયેલા છે. વધુમાં લાલુ પટેલ નો પોતાનો દારૂનો વ્યવસાય વધુ ચાલે તે માટે દમણમાં 30થી વધુ બાર ના લાયસન્સો પણ લાલુ પટેલે રદ કરાવ્યા હોવાના કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલે ગંભીરક્ષેપ કર્યા છે .
જેને કારણે પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. આમ ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં આક્ષેપોનો દોર વધુ તેજ થઈ રહ્યો છે. એવા સમયે છેલ્લી ઘડીમાં કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલના ભાજપ ઉમેદવાર લાલું ભાઈ પટેલ પર થયેલા ગંભીર આક્ષેપોને કારણે હવે પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. કેતન પટેલે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં ભાજપના નેતાઓ જ દારૂ સપ્લાય કરી રહ્યા છે.કેતન પટેલના આવા ગંભીર આક્ષેપોના કારણે પ્રદેશમાં ખળભળાટ મચી ગયો છે.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.