MP’s governor Voting with Family : મધ્યપ્રદેશના રાજ્યપાલે સહપરિવાર મતદાન કર્યું, રાજ્યપાલએ લોકશાહીના પર્વની ઉજવણી કરી
MP’s governor Voting with Family : મંગુભાઈ પટેલે નવસારી ખાતે મતદાન કર્યું સૌને અચુક મત આપવા વિનંતી કરી.
મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ મંગુભાઇ છગનભાઇ પટેલએ સહપરિવાર મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. મંગુભાઈ પટેલે નવસારી ખાતે મતદાન કર્યું હતુ.
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આજરોજ મતદાન પ્રક્રિયા પ્રારંભ થતા મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ મંગુભાઇ છગનભાઇ પટેલે નવસારી સેન્ટ ફ્રાન્સીસ ઓફ એસીસ કોન્વેન્ટ હાઇસ્કુલ નવસારી ખાતે તેમના ધર્મપત્નિ અને દિકરાઓ સહિત સહપરીવાર મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેમણે સૌ મતદારોને અપીલ કરતા જણાવ્યું હતું કે, આ દેશનું સૌથી મોટું પર્વ છે. દરેક નાગરિકે પોતાનો કિમતી અને પવિત્ર મત આપી સંવિધાન દ્વારા આપવામાં આવેલ અધિકારનો ઉપયોગ કરવો જોઇએ અને સૌને અચુક મત આપવા વિનંતી કરી હતી. મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ મંગુભાઈએ જણાવ્યુ હતુ કે લોકશાહીના આ મહાપર્વમાં દરેક નાગરિકે મતદાન કરી પોતાના હકનો ઉપયોગ કરવો જોઈએ અને અચૂક મતદાન કરવા લોકોને વિનંતી કરી હતી. મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ મંગુભાઇ છગનભાઇ પટેલએ સહપરિવાર મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. મંગુભાઈ પટેલે નવસારી ખાતે મતદાન કર્યું હતુ.
તમે આ પણ વાંચી સકો છો :
Run For Vote: ભાવનગરમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ, વહીવટી તંત્રનાં અધિકારી અને કમરચારી જોડાયા
તમે આ પણ વાંચી સકો છો :
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.