Property Of Mukesh Dalal : સુરત લોકસભાના કરોડપતિ ઉમેદવાર, મુકેશ દલાલ પાસે અંદાજિત 7.69 કરોડની જંગમ મિલકત
Property Of Mukesh Dalal : મુકેશ દલાલે 10.8 કરોડની સ્થાવર મિલકત કરી જાહેર ઉમેદવારી સમયે એફિડેવિટમાં આપવામાં આવેલી વિગતો. મુકેશ દલાલ પાસે લાખોના ઘરેણાં અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ.
ભાજપના સુરત લોકસભા બેઠકનો ઉમેદવાર મુકેશ દલાલ દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું. ઉમેદવારી પત્રમાં તેમણે પોતાના શૈક્ષણિક લાયકાતથી લઈને જંગમ, સ્થાવર મિલકતોનું વિવરણ આપ્યું છે. પોતાની કરોડોની મિલકત એમને જાહેર કરી છે. તેમજ અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું છે. શેરબજારમાં પણ અલગ અલગ કંપનીઓમાં રોકાણ કર્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. આમ સુરત લોકસભા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર કરોડપતિ હોવાની સામે આવ્યું છે..
સુરત લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલા ઉમેદવારી પત્રમાં પોતાની પાસે રહેલી મિલકતોથી લઈને તમામ બાબતોની વિગતો આપવામાં આવી હતી. જેમાં અંદાજિત 7.69 કરોડની જંગમ મિલકત હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમજ સ્થાવર મિલકતમાં 10.8 કરોડની સંપત્તિ બતાવી છે. પોતાની પાસે અને તેમની પત્ની અન્ય સંયુક્ત કુટુંબમાં જે સંપત્તિ છે. તેની વિગતો આપવામાં આવી છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ દ્વારા જે એફિડેવિટ રજૂ કરવામાં આવી છે તેમાં પોતાની પાસે અને પત્નીની પાસે જે ઘરેણાં છે તેની પણ વિગત આપવામાં આવી છે. અંદાજે પતિ-પત્ની પાસે જે સોના-ચાંદીના તેમજ અન્ય કિંમતી ઝવેરાતો છે તેની કિંમત 32.78 લાખ થવા જાય છે. તેમજ અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું છે. શેરબજારમાં પણ અલગ અલગ કંપનીઓમાં રોકાણ કર્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. આમ સુરત લોકસભા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર કરોડપતિ હોવાની સામે આવ્યું છે..
તમે આ પણ વાંચી સકો છો :
Parshottam Rupala: ક્ષત્રિય સમાજ અને રૂપાલા નો વિવાદ શું કોઈ ઉકેલ છે ?
તમે આ પણ વાંચી સકો છો :
Jainism: 200 કરોડ નું ત્યાગ કરી સાધુ વેશ ધારણ કરશે આ દંપત્તિ
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.