Purushottam Rupala’s Statement : રાજકોટ લોકસભાના બેઠક પર ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન, કાર્યાલયના ઉદ્ઘાટન સમયે પરસોતમ રૂપાલાનું નિવેદન
Purushottam Rupala’s Statement : ”ભૂલ મેં કરી હતી એની મેં જાહેરમાં માફી માગી હતી” ક્ષત્રિય સમાજના અગ્રણીઓ વિનંતી પુનઃ વિચાર કરો ”મારી ભૂલ છે મેં સ્વીકારી”.
પરસોત્તમ રૂપલાની ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. ત્યારે તાજેતરમાં જસદળમાં રાજકોટ લોકસભાના ઉમેદવારના વિધાનસભા કાર્યાલયનું ઉદઘાટન થયું હતું જય પરશોતમ રૂપાલાએ સભાને સંબોધતા ફરી એક વખત માફી માગીને મોદી સામે વિરોધ અંગે ક્ષત્રિય સમાજને પુનર્વિચાર કરવા અપીલ કરી હતી.
ભાજપ દ્વારા રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવારપરસોતમ રૂપાલાના કાર્યાલયનું ઉદ્ઘાટન ખાતે કાર્યક્રમ યોજ્યું હતા. ત્યારે જસદણમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે સભા સંબોધતા પરસોતમ રૂપાલાએ જણાવ્યું કે ક્ષત્રિય સમાજના આગેવાનોને ફરી જાહેરમાં એક વિનંતી કરૂ છું. ક્ષત્રિય સમાજની ઘટનાને સમજદારી અને વંદન કરું છું અને ધન્યવાદ આપું છું, ક્ષત્રિય સમાજના સમસ્ત રાજ્ય આગેવાનોને સભાન માધ્યમથી વિનંતી કરી હતી, એમને કહ્યું કે મે ભુલ કરી હતી. મારો એવો કોઈ ઈરાદો ન હતો. સમાજની સામે જઈને મેં માફી માંગી હતી. ક્ષત્રિય સમાજે મને તેનો પ્રતિસાદ પણ આપ્યો હતો. પણ મોદીની સામે શા માટે ? ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો. આ રાષ્ટ્રના ઘડતરમાં તમારૂ મોટું યોગદાન છે.
પાર્ટીના વિકાસમાં તમારું મોટું યોગદાન છે. તેઓએ ઉમેર્યું કે 18 કલાક ભારત સિવાયની કોઈ વાત વિચારતા ન હોય, દેશ સિવાય કોઈ વિષય સાથે જેનો નાતો ન હોય, 140 કરોડ લોકોને પોતાના પરિવાર તરીકે સંબોધન કરતા હોય તેવા વડાપ્રધાન મોદીની વિકાસ યાત્રાના સારથી તરીકે હું કેટલાય ક્ષત્રિયોના નામ લઈ શકું. મારી ભૂલ હું સ્વીકારું છું. પણ મોદીની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરવો મને યોગ્ય નથી લાગતું.
ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું કે મોદી સામેના આક્રોશ અંગે પુનર્વિચાર કરો. સમાજના અગ્રણીઓને પણ આગ્રહ ભરી વિનંતી કે સમાજના આગેવાનો સાથે સમજણનો સેતુબંધ બાંધવા માટે પ્રયાસ કરી, ચૂંટણી કે, હાર જીત માટેના વિષયને લઈને હું આ વાત નથી કરતો, સમાજના અગ્રણીઓને વિનંતી છે કે સમાજ સાથે સમજણનો નવો સેતુ બંધવાનો પ્રયાસ કરો. પરસોતમ રૂપાલાએ જસદળના સત્યકુમાર જીત અને વાંકાનેરના કેસરીદેવસિંહ રાજવીની ઉપસ્થિત માં અપીલ કરી હતી.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Amit Shah: અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે, જામકંડોરણામાં સભા સંબોધી
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.