Rangoli For Voting Awareness : સુરત કલેકટર કચેરીના એ બ્લોક અને બી બ્લોકમાં રંગોળી મતદાન કરવા પ્રત્યે લોકોને જાગૃત કરવા બનાવાઇ
Rangoli For Voting Awareness : સંસ્કાર ભારતી વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા બનાવાઇ રંગોળી આઠ વિદ્યાર્થિનીઓએ ત્રણ કલાક મહેનત કરી રંગોળી બનાવી.
મતદાન કરવા પ્રત્યે લોકોને જાગૃત કરવા સંસ્કાર ભારતી વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા સુરત કલેકટર કચેરીના એ બ્લોક અને બી બ્લોકમાં રંગોળી બનાવવામાં આવી છે.આઠ વિદ્યાર્થિનીઓ એ ત્રણ કલાક મહેનત કરી રંગોળી બનાવી છે.
લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો મતદાતાઓ ને રીઝવવા અવનવા પ્રયાસો કરી રહ્યા છે જ્યારે બીજી તરફ લોકો મતદાન કરી પોતાની ફરજ નિભાવે તે માટે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.જેમાં સુરતની સંસ્કાર ભારતી વિદ્યાલયમાં અભ્યાસ કરતી ૮ વિદ્યાર્થિનીઓ એ ત્રણ કલાક મહેનત કરી સુરત કલેકટર કચેરીના એ અને બી બ્લોકમાં સરસ મજાની રંગોળી બનાવી છે.આ રંગોળી બનાવવા પાચલનું કારણ છે લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવાનો.આ રંગોળી કલેકટર કચેરીમાં આવતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે અને વિદ્યાર્થિનીઓના આ પ્રયાસની લોકો સરાહના કરી રહ્યા છે.
આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથ સિંહ પરમારે જણાવ્યું હતું કે લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા બસ સ્ટેશન,રેલવે સ્ટેશન જેવી જાહેર જગ્યાઓ ઉપર મતદાન જાગૃતિ માટે રંગોળી બનાવવામાં આવશે.
તમે આ પણ વાંચી સકો છો:
તમે આ પણ વાંચી સકો છો:
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.