Valsad: લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાન, પોલીસ જવાનોએ પોલીસ હેડ મતદાન કર્યું – India News Gujarat
Valsad: લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનમાં પોલીસ જવાનોએ પોલીસ હેડ મતદાન કર્યું હતું જેમાં વલસાડના એસપી, ડીવાયએસપી, પીઆઇ અને પીએસઆઇ એ પણ મતદાન કર્યું હતું.
લોકસભાની સામાન્ય ચૂંટણી વલસાડ જિલ્લા અને ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાનાર છે. વલસાડ લોકસભા બેઠક ઉપર ચૂંટણીમાં ફરજ બજાવનાર પોલીસ જવાનો માટે પોલીસ હેડ કવાટર ખાતે પોલીસ જવાનો માટે બેલેટ પેપર ઉપર મતદાન યોજાઈ રહ્યું છે. ત્રીજા તબક્કાની સામાન્ય ચૂંટણીનો પ્રારંભ બેલેટ પેપર વડે મતદાન યોજાઈ રહ્યું છે. પોલીસ જવાનો ચૂંટણીની ફરજ દરમ્યાન મતદાનથી વંચિત ન રહે તે માટે બેલેટ પેપર વડે મતદાન યોજવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા 1122 જેટલા પોલીસ જવાનો માટે નજીકની પોલીસ હેડ કવાટર ખાતે મતદાન યોજાયું હતું.ચૂંટણી પંચના માર્ગ દર્શન હેઠળ 7મી મે ના રોજ અલગ અલગ મતદાન મથકો ઉપર ચૂંટણીની ફરજ ઉપર રહેનાર તમામ પોલીસ જવાનો મતદાનથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા પોલીસ હેડ કવાટર ખાતે મતદાન કુટિર અને અન્ય વ્યવસ્થાઓ ચૂંટણી વિભાગ દ્વારા કરવામાં આવી હતી.સાથે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને વલસાડ જિલ્લા એસપી વલસાડ દ્રારા તમામ મતદારોને મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.આ સાથે જ જિલ્લા કલેક્ટર દ્વારા મતદાન મથકની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું સાથે જ તમામ મતદાન અંગેની જાણકારીઓ તમને દ્વારા મેળવવામાં આવી હતી સાથે લોકોને ચૂંટણી કાર્ડ ન હોય તો પણ તેનો મતદાન કરી શકે તે અંગેની જરૂરી માહિતી મીડિયા ના માધ્યમ થી લોકો એ આપી હતી. લોકસભા ચૂંટણી માટે યોજાયેલા મતદાનમાં ખુબજ મોટી સંખ્યામાં પોલીસના ઉચ્ચ અધિકરીઓ થી લઇ પોલીસના જવાનોએ મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી.
તમે આ પણ વાંચી સકો છો :
MS Dhoni made a record: MS ધોનીએ બનાવ્યો રેકોર્ડ, IPLના ઈતિહાસના પુસ્તકમાં પોતાનું નામ નોંધાવ્યું
તમે આ પણ વાંચી સકો છો :
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.