અભિનેતા સુશાંત સિંહે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.મુંબઈના બાંદ્રામાં પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની માહિતી મળી છે. તો એમ.એસ ધોની,કાઈપો છે,તેમજ પીકે જેવી પ્રસિદ્ધ ફિલ્મોમાં કામ કરનાર અભિનેતા સુશાંત સિંહે આપઘાત કર્યો છે.ઘરના નોકરે આ વાતની જાણકારી પોલીસને ફોન કરીને આપી હતી.જો કે આપઘાત પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી…
સુશાંતે “કિસ દેશમે હેં મેરા દિલ” સિરિયલથી કરિયરની શરૂઆત કરી હતી.. ત્યાર બાદ એકતા કપૂરની ટીવી સિરિયલ “પવિત્ર રિશ્તા”થી તેને ઓળખ મળી હતી.. જો કે સુશાંતે “કાઈપો છે” ફિલ્મની સાથે બોલિવુડ કરિયરની શરૂઆત કરી હતી.. ત્યાર બાદ “શુદ્ધ દેશી રોમાંસ”માં પરિણીતી ચોપરા અને વાણી કપૂર સાથે જોવા મળ્યો હતો.. ધોનીની બાયોપિક ફિલ્મામાં સુશાંત સિંહે ઘણી લોકચાહના મેળવી હતી.. તો આ ફિલ્મે 100 કરોડનું કલેકશન કર્યું હતું.. ઉંપરાત સારા અલી ખાન સાથે કેદારનાથમાં પણ સુશાંત સિંહ જોવા મળ્યો હતો..
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.