કોરોનના કાળ દરમિયાન જાણે ગ્લેમરની દુનિયાને નજર લાગી ગઈ હોય એમ લાગી રહ્યું છે…ત્યારે વધું એક ટિકટોક સ્ટારએ આત્મહત્યા કરી છે. 16 વર્ષની ટિકટોક સ્ટાર સિયા કક્કરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી…ત્યારે ફોટોગ્રાફર વિરય ભાયાણીએ સિયાના અવસાનના ન્યૂઝ શૅર કર્યાં હતાં. સિયાએ આત્મહત્યા પહેલાં સાંજે ચાર-પાંચ વાગે પોતાનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શૅર કર્યો હતો. આ વીડિયોમાં સિયા ‘શરાબી તેરી’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી. સિયાએ આ વીડિયો પાંચ દિવસ પહેલાં બનાવ્યો હતો અને ઈન્સ્ટામાં પોસ્ટ કર્યો હતો.સિયાએ મોડી રાત્રે ઘરમાં આત્મહત્યા કરી હતી.ત્યારે ટીકટોક સ્ટારના સીયા કક્કરના આત્મહત્યાના સમાચારથી લોકોમાં હતાશાની લાગણી છવાઈ ગઈ છે.સિયા દિલ્હીની પ્રીત વિહાર વિસ્તારમાં રહેતી હતી.તેણે પોતાના નિવાસસ્થાને જ આત્મહત્યા કરી હતી. સિયાના ટિકટોક પર એક મિલિયનથી વધુ ફોલોઅર્સ હતાં. ઈન્સ્ટાગ્રામ પર તેને એક લાખથી વધુ યુઝર્સ ફોલો કરતાં હતાં.
https://www.instagram.com/p/CBnKWPnpBe3/
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.