અમદાવાદ,28 જાન્યુઆરી: ઇસ્કોન-આંબલી રોડ એક સમયે અમદાવાદમાં હાઇ-એન્ડ રિયલ એસ્ટેટ માર્કેટમાં સૌથી મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઓળખાતું હતું, જે હવે પ્રીમિયર રેસિડેન્શિયલ ડેસ્ટિનેશન તરીકે ચમક ગુમાવી રહ્યું છે. સતત વધતાં કમર્શિયલાઇઝેશન, ગીચતામાં વધારો જેવાં કારણોસર આ વિસ્તારના શાંત સ્વભાવને નુકશાન થતું તેનું આકર્ષણ ઘટી ગયું છે. હવે ભવ્ય ઘરો ખરીદનારા તેમની પસંદગીના હિસાબે વધુ સારા વિકલ્પની શોધ કરી રહ્યાં છે.
ઇસ્કોન-આંબલી રોડની ઓળખ વૈભવી અને વિશિષ્ટ રહેણાંક વિસ્તારથી શરૂ થઇ ગતી અને હવે આ વિસ્તારમાં ભારે ટ્રાફિક અને કમર્શિયલ પ્રવૃત્તિઓની શરૂઆત થતાં પ્રીમિયમ રેસિડેન્શિયલ લિવિંગ માટેનો અનુકૂળ માહોલ સતત ઘટી રહ્યો છે. એક સમયે આ વિસ્તાર ખૂબ શાંત હતો, પરંતુ હવે ઘણાં પરિબળોને કારણે હાઇ-નેટ-વર્થ ઇન્ડિવિડ્યૂઅલ નિરાશ થઇ રહ્યાં છે.
ભાવેશ ઠક્કર એ જણાવ્યું હતું કે, અમદાવાદમાં ઇસ્કોન-આંબલી કોરિડોર સૌથી પ્રીમિયમ લોકેશન પૈકીના એક હોવામાં કોઇ શંકા નથી, પરંતુ મિક્સ્ડ-યુઝ ડેવલપમેન્ટ અને કમર્શિયલાઇઝેશનને પરિણામે આ વિસ્તારની ઓળખ બદલાઇ છે, જેના કારણેક હાઇ-એન્ડ રેસિડેન્સ ઇચ્છતા ખરીદદારો માટે તેનું આકર્ષણ ઘટ્યું છે. હવે તેઓ વૈકલ્પિક વિસ્તારો તરફ નજર દોડાવી રહ્યાં છે, જે વધુ શાંત હોય અને રહેવા માટે અનુકૂળ માહોલ પ્રદાન
મયુર પ્રજાપતિ એ જણાવ્યું હતું કે, ઇસ્કોન-આંબલી રોડ તેની બેજોડ કનેક્ટિવિટી અને લોકેશનને કારણે લક્ઝરી રેસિડેન્શિયલ ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવ્યું હતું. જોકે, અહીં કમર્શિયલ પ્રવૃત્તિઓમાં વધારાને જોતાં તેની રેસિડેન્શિયલ ઝોન માટેની અપીલને નુકશાન થયું છે. આસપાસના બીજા લોકેશન સમાન હવે વધુ આકર્ષક બની રહ્યાં છે, જે સમૃદ્ધ ખરીદદારોને ગીચ ટ્રાફિક જેવી સમસ્યાઓથી મુક્તિ આપે છે.
વિશેષ કરીને થલતેજ-શિલજ કોરિડોર એક પસંદગીના વિકલ્પ તરીકે લોકપ્રિય બન્યો છે, જે ઓછી ગીચતા, હરિયાળા વિસ્તાર અને ઉત્કૃષ્ટતાની ખાતરી આપે છે. તેનું વ્યૂહાત્મક સ્થાન, એસજી હાઇવે અને એસપી રિંગ રોડ બંન્ને સાથે ઉત્તમ કનેક્ટિવિટી અને ઉન્નત માળખાગત સુવિધાઓ તેના વૈભવી રહેણાંક સ્થળ તરીકે ઉભરવામાં ફાળો આપી રહી છે. આ પરિવર્તન અમદાવાદના સમૃદ્ધ વ્યક્તિઓની વિકસતી પ્રાથમિકતાઓને પણ દર્શાવે છે, જેમાં ગોપનીયતા, શાંતિ અને જીવનની ગુણવત્તા પર વધુ ભાર મૂકવામાં આવે છે.
ઇસ્કોન-આંબલી રોડ કમર્શિયલ હબ તરીકે પરિવર્તિત થઇ રહ્યો છે ત્યારે બીજા કોરિડોરનો ઉદય અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં નોંધપાત્ર પરિવર્તનનો સંકેત આપે છે.
Tags: અલ્ટ્રા લક્ઝરી,હાઈ એન્ડ,રહેણાંક પ્રોજેકટ્સ,એપાર્ટમેન્ટ્સ,વીકેન્ડ વિલા,ઈસ્કોન-આંબલી રોડ,અમદાવાદ,3BHK,5BHK,થલતેજ-શિલજ કોરિડોર,લક્ઝરી લિવિંગ,ઘર,પશ્ચિમ અમદાવાદ,bopal
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.