કોરોનાના કહેરના કારણે અનેક ઘટનાઓ કે કામો ઈતિહાસમાં પ્રથમ વખત થઈ રહ્યા છે.આ જ કારણે અમદાવાદની ભગવાન જગન્નાથની રથયાત્રા પણ આ વખતે બદલાવ સાથે નિકળશે.આ વર્ષે રથયાત્રામાં સોશિયલ ડિસ્ટન્સિંગના અભુતપૂર્વ બંદોબસ્ત સાથે યોજાશે.જ્યાં દર વર્ષે રથયાત્રા 12-13 કલાકની થતી હતી.ત્યાં આ વર્ષે રથયાત્રા માત્ર 6-7 કલાકમાં આટોપી લેવાની યોજના બનાવવામાં આવી છે.તો ખલાસી એસોસિએશને જણાવ્યા પ્રણાણે યાત્રામાં રથ પણ 15 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધારવામાં આવશે .તો ખલાસીઓ પણ 400થી ઓછા કરીને માત્ર 120 કરવામાં આવી છે…માત્ર 25થી 35 વર્ષના યુવાન ખલાસીઓને જ રથ ખેંચવા દેવાશે.તો ખલાસીઓનું પણ એક દિવસ પહેલા સ્વાસ્થ ચેકિંગ ટેસ્ટ કરવામાં આવશે.તો બીજી બાજુ પોલીસ દ્વારા પણ રથયાત્રાના બંદોબસ્તની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.ચાલુ વર્ષે રથયાત્રા માત્ર 3 રથ સાથે જ નીકળવાના હોવાથી મૂવિંગ બંદોબસ્ત 90 ટકા ઘટાડીને માત્ર 10 ટકા જ કરવામાં આવ્યો છે. દર વર્ષે રથયાત્રા બંદોબસ્તમાં 3000 પોલીસકર્મીઓ જોડાય છે. પરંતુ ચાલુ વર્ષે માત્ર 3 રથ સાથે 300 થી 500 પોલીસ કર્મચારીઓ જ રથયાત્રાના મૂવિંગ બંદોબસ્તમાં જોડાશે. બાકીના 22 હજાર જેટલા સુરક્ષા કર્મચારીઓ સંવેદનશીલ વિસ્તારોમાં બંદોબસ્તમાં તહેનાત રહેશે.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.