Accident On Highway : ડીસા-રાધનપુર હાઇવે પર ઢોરના કારણે અકસ્માત, શિહોરી નજીક ઇક્કો ગાડીમાં ઘૂસ્યો આખલો
Accident On Highway : અકસ્માતના દ્રશ્યો જોઈ લોકો આશ્ચર્યમાં મૂકાયા અકસ્માતમાં ઇકો ગાડીનો ડ્રાઇવર ઇજાગ્રસ્ત.
બનાસકાંઠાના ડીસા-રાધનપુર હાઈવે પર ચાલુ ઈકો કારમાં આગળથી આખલો ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં આખલાનું મોત થયું હતુ તો ઈકો કારના ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જ્યારે આખલાને ગંભીર ઈજા થતા કારમાં જ મોત થયું હતું. ઈકો કાર અને આખલા વચ્ચે સર્જાયેલા અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર લોકોના ટોળા ઉમટ્યા હતા. જે રીતે અકસ્માત સર્જાયો હતો તેના દ્રશ્યો જોઈ લોકો પણ આશ્ચર્યમાં મૂકાયા હતા.
રાજ્યના મોટાભાગના શહેરોમાં રખડતા ઢોરના ત્રાસથી પરેશાન છે, અનેક વખત રખડતા ઢોરના કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે, અને કેટલાએ લોકોએ જીવ ખોયો છે અથવા ગંભીર ઈજાથી પરેશાન થયા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા-રાધનપુર હાઈવે પર શિહોરી નજીકથી એક ઈકો કાર પસાર થઈ રહી હતી. ત્યારે જ સામેની તરફથી એક આખલો અચાનક આવી ચડ્યો હતો અને કૂદકો લગાવી કારની અંદર ઘૂસી ગયો હતો. જેના કારણે અકસ્માત સર્જાયું હતું. વિચિત્ર અકસ્માતના કારણે કારનુ પડીકું વળી ગયું હતું. જેમાં આખલો ઉછળીને કારમાં ઘૂસી ગયો હતો. અકસ્માતમાં આખલાનું મોત નીપજ્યું હતું, જ્યારે કારનો ચાલક ગંભીર છે. ઈકો કારના આગળના ભાગે જ આખલો ટકરાયો હતો અને ડ્રાઈવર કારની અંદર દબાઈ જતા ગંભીર ઈજા પહોંચી હતી. જેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પાટણના ધારપુર સિવિલમાં ખસેડવામાં આવ્યો છે.
તમે આ પણ વાંચી સકો છો :
Bhavnagar: મનપા દ્વારા બિલ્ડીંગને સીલ મરતા હીરા વેપારીઓમાં રોષ
તમે આ પણ વાંચી સકો છો :
Arwind Kejriwal: INDIA એલાયન્સ માટે કેજરીવાલનો ચાંદની ચોકમાં જેપી અગ્રવાલ માટે રોડ શો
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.