એસપી રીંગરોડ બ્રીજ
Ahmedabad ના સરદાર પટેલ રિંગ રોડ પર બોપલથી શાંતીપુરા તરફના રોડ પર નિર્માણાધીન બ્રિજનો વચ્ચેનો ભાગ ગત રાતે ધરાશાયી થયો હતો. બ્રિજનો સ્લેબ પડતા બનેલી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઔડાના અધિકારીઓએ મોડી રાત્રે તૂટેલા બ્રિજની મુલાકાત લીધી હતી. આજે પણ ઔડાની ટીમ આવીને બ્રિજની કામગીરી અને તૂટી પડવાના કારણો અંગેની સમીક્ષા કરવામાં આવશે. Ahmedabad
ઔડા દ્વારા રણજિત બિલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને આ દુર્ઘટનામાં બ્રિજના સ્પોર્ટ માટે મૂકવામાં આવેલા લોખંડના બીમ પણ તૂટી ગયા હતા. રાતનો સમય હોવાથી એકપણ મજૂર નીચે નહોતો. જેને કારણે મોટી જાનહાનિ ટળી છે. મહત્વનું છે કે, બ્રિજની 50 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી.નિર્માણાધિન બ્રિજ પર 10થી 12 મજૂરો કામ કરતા હતા. ત્યારે અચાનક જ બ્રિજનો સ્લેબ તૂટી પડતા નીચે ઉતરી ગયા હતા. સ્લેબની નીચે કોઈ ફસાયું છે કે કેમ તેની તપાસ કરાઈ હતી. જો કે કોઈ જાનહાનિ સામે આવી નથી.
વિકાસ ગાંડો થયો છે ની ટેગલાઈન જાણે અહિં લાગુ પડતી હોય તેવું લાગી રહ્યું છે. કરોડોના ખર્ચ અને ત્યારબાદ પરિસ્થિતી જ્યાની ત્યાં. સમય, શક્તિ અને પૈસાનો ધુમાડો અને એ પણ કોના. સામાન્ય જનતાના. ટેક્સના અધધધ રૂપિયા ખર્ચી નાખ્યા બાદ જો આ પ્રકારની સ્થિતીનું નિર્માણ થાય તો સમજી લેવું વિકાસ પહેલા જ વિનાશ થઈ રહ્યો છે.
મુખ્ય વાત તો એ છે કે આ દુર્ઘટનામાં બ્રિજના સ્પોર્ટ માટે મૂકવામાં આવેલા લોખંડના બીમ પણ તૂટી ગયા હતા. રાતનો સમય હોવાથી એકપણ મજૂર નીચે નહોતો. જેને કારણે મોટી જાનહાનિ ટળી છે. મહત્વનું છે કે, બ્રિજની 50 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી. જો કોઈ પણ પ્રકારની દુર્ઘટના સર્જાય તો પછી અહિં જવાબદારી કોની ? જો આ દુર્ઘટના સવાર, બપોર કે સાંજના સમયે થઈ હોતતો કદાચ ઈશ્વર પણ માફ ન કરી શકત
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.