Ambaji’s ‘Maangalya Van’ : યાત્રાધામ અંબાજીનુ માંગલ્યવન આકર્ષણનુ કેન્દ્ર, ગરમીના પ્રકોપથી લોકો ઠંડક મેળવવા માંગલ્યવનમાં આવે
Ambaji’s ‘Maangalya Van’ : ગુજરાત વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું માંગલ્ય વન પર્યટકો માટે નિશુલ્ક રખાયું. 500 ઉપરાંતના ઔષધીઓના છોડ આવેલા છે.
બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં મંદિરથી થોડાક અતરે માંગલ્યવન આવેલુ માંગલ્ય વન તેના રમણીય વાતાવરણ અને નિશુલ્ક એન્ટ્રી ના કારણે પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં મંદિરથી થોડાક અતરે માંગલ્યવન આવેલુ છે જે માંગલ્ય વન ગુજરાત વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે જે વન હાલના વડાપ્રધાન અને પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ માંગલ્ય વનને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ માંગલ્ય વનમાં પર્યટકો માટે નિશુલ્ક રાખવામાં આવ્યું છે જેથી અંબાજી આવતા યાત્રીકો મા અંબાના દર્શન કર્યા બાદ માંગલ્ય વનની મુલાકાત કરતા હોય છે તે જ રીતે બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 44 ડિગ્રી જેટલી ગરમી પડી રહી છે તેવા સમયમાં લોકો ઠંડા વિસ્તારમાં જવાનું વધુ પસંદ કરતા હોય છે જેથી રવિવારના દિવસે યાત્રાધામ અંબાજી ખાતે લોકો માં અંબાના દર્શન કરી માંગલ્ય વનની મુલાકાત કરી હતી.
આ માંગલ્ય વનમાં એન્ટ્રી કરતાની સાથે જ ભગવાન શિવપાર્વતીના ભિંતચિત્રો આકર્ષણનુ કેન્દ્ર બની રહ્યા છે. જેની સાથે માંગલ્ય વનમાં 500 ઉપરાંતના ઔષધીઓના છોડ આવેલા છે તેમજ લાખોની સંખ્યામાં આ મંગલવનમાં વૃક્ષો જોવા મળી રહ્યા છે જેથી પર્યટકો ગરમીના સમયમાં આ માંગલ્ય વનમાં આવી ઠંડકની અનુભૂતિ કરી રહ્યા છે. તેમજ પર્યટકો આ માંગલ્ય વનને નિહાળી તેનામાં લગાવેલી ઔષધીઓ અંગેની માહિતી જાણી હતી. સાથે સાથે બાળકો માટે હિચકા તપસણી સહિત રાઇડો પણ મૂકવામાં આવી છે. જેથી બાળકો તેમજ લોકો માટે આનંદનુ સ્થળ બની રહ્યુ છે.
તમે આ પણ વાંચી સકો છો :
Leopard: દીપડો પાકિસ્તાનથી ભારતીય સરહદમાં ઘૂસ્યો, પંજાના નિશાન જોઈને ટીમે તે શોધી કાઢ્યું
તમે આ પણ વાંચી સકો છો :
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.