Suratના વરાછા વિસ્તાર મા રાત્રીના સમયે એસ બી આઈ બેન્કના ATM તોડવાનો પ્રયાસ કરનાર આરોપી પોલીસના હાથે રંગેહાથ ઝડપાઇ ગયો હતો.પુણે ખાતેની મેઈન બ્રાન્ચ માં સીસીટીવી માં ચોર એટીએમ તોડવાનો પ્રયાસ કરતો દેખાતા પોલીસને જાણ કરાઈ હતી. -LATEST NEWS
વરાછા વિસ્તારના એ કે રોડ પર રાત્રીના ત્રણ વાગ્યાના સુમારે રોડ પર આવેલા ATM ને તોડવા નો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવી છે.બબલુ વર્મા નામનો ઈસમ રાત્રીના સમયે ATM મા તણી અને કટર લઈ ને ઘૂસ્યો હતો..અને ATM તોડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.-LATEST NEWS
બેન્કની પુણા ખાતેની શાખામાં કર્મચારીઓ ને સીસીટીવી ફૂટેજમા શંકાસ્પદ હિલચાલ જણાતા રાત્રે 3 વાગ્યા ના સુમારે સુરત પોલીસ ને જાણ કરાતા વરાછા પોલીસ મથક ની પી સી આર માત્ર 8 મિનિટના સમયગાળામા પહોંચી હતી. અને ચોર ATM તોડે તે પહેલા જ ચોર ને દબોચી લીધો હતો.-LATEST NEWS
પોલીસ પૂછપરછ દરમ્યાન આરોપી બબલુ પરસનાથ વર્મા વરાછા વિસ્તાર માં આવેલી પાટી ચાલ નો રહેવાસી છે અને તે યુ ટ્યુબ માંથી ATM તોડવાનો વીડિયો જોઈ આ પ્રયાસ કર્યો હતો..જોકે બેન્ક કર્મચારીઓ ને જાણ થઈ જતા પોલીસે સતર્કતા દાખવી આરોપી ને ઝડપી પાડ્યો હતો..-LATEST NEWS
હાલ સોસીયલ મીડિયા ના માધ્યમની અનેક આડ અસર જોવા મળી રહી છે..અને લોકો વીડિયો જોઈ અને તેમાં શીખી ગુનાને અંજામ આપતા હોવાના અનેક કિસ્સા સામા આવ્યા છે તેવામાં સુરતમા પણ એવો કિસ્સો સામે આવ્યો છે.જ્યાં યુ ટ્યુબ માંથી વીડિયો જોઈ ATM તોડતા શીખ્યો ચોર -LATEST NEWS
તમે આ વાંચી શકો છો: Thief Thrown Daimond in River- 15 Lakhના હીરાવાળી બેગ ચોરોએ નદીમાં ફેંકી
તમે આ વાંચી શકો છો: RBI Action on Paytm Bank-નવા ગ્રાહકો પર પ્રતિબંધ, Paytm પેમેન્ટ બેંક પર RBI ની કાર્યવાહી
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.