Balaram Palace: પાલનપુર નજીક બાલારામ પેલેસ કુદરતી સૌદર્યથી ભરપુર, વેકેશનમાં પર્યટકોની ભારે ભીડ – India News Gujarat
Balaram Palace: પાલનપુર નજીક બાલારામ પેલેસ કુદરતી સૌદર્યથી ભરપુર, વેકેશનમાં પર્યટકોની ભારે ભીડ – India News Gujaratપાલનપુર નજીક આવેલ બાલારામ પેલેસ કુદરતી સૌંદર્યના વચ્ચે આવેલું છે. તેમ જ આ જગ્યા ઉપર અમિતાભ બચ્ચનનું સૂર્યવંશમ ફિલ્મ ઉતરેલી હોવાથી લોકો મોટી સંખ્યામાં અહીં ફરવા માટે આવતા હોય છે. તેમ જ સ્વિમિંગ પૂલ પણ હોવાથી જિલ્લા વાસીઓ પણ તેની મજા માણતા હોય છે.
પાલનપુર થી 15 કિલોમીટરના અંતરે કુદરતી સૌદર્ય વચ્ચે બાલારામ મંદિર આવેલું છે. તેમજ બાલારામ નદી પણ આવેલી છે. આ મંદિરની બાજુમાં જ બાલારામ પેલેસ આવેલું છે. આ પેલેસ ને અગાઉ પણ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યો હતો. આ પેલેસ માં અનેક ફિલ્મના શૂટિંગ પણ થયા છે. જેમાં સૌથી અગત્યની વાત તો એ છે કે અમિતાભ બચ્ચનનું સૂર્યવંશમ ફિલ્મ નું મોટાભાગનું શૂટિંગ બાલારામ પેલેસમાં કરવામાં આવેલું છે. જેથી પર્યટકો ખાસ કરીને બાલારામ પેલેસ ની મુલાકાત કરે છે અને કુદરતી સૌંદર્યની આનંદ માણે છે.
તે જ રીતે આ પેલેસમાં રહેવા જમવાની પણ ખૂબ સુંદર વ્યવસ્થા કરેલી છે. સાથે સાથે આ પેલેસમાં સ્વિમિંગ પૂલ પણ હોવાથી પર્યટકો મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે. એ જ રીતે અત્યારે ઉનાળાની સિઝન હોવાથી બહારથી લોકો બાલારામ પેલેસમાં આવી રોકાઈ રજાઓની પળો અહીં ગુજારતા હોય છે. બાલારામ પેલેસના જનરલ મેનેજર સુનિલ કુમારે જણાવ્યું હતું કે કુદરતી સૌંદર્યની વચ્ચે બાલારામ પેલેસ જે વેકેશનના સમયગાળામાં લોકો બહારથી બનાસકાંઠા જિલ્લામાં આવે તો બાલારામ પેલેસ જોવા માટે અચૂક આવે છે.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.