બ્રાઝીલ
Chamber ના પ્રમુખ સહિતના પદાધિકારીઓએ દુબઇ ખાતે એકસ્પો ર૦ર૦ ની મુલાકાત લીધી હતી. જ્યાં Brazil સરકારના બિઝનેસ એનાલિસ્ટ એના કલાઉડીયા બારબોસા અને કાર્લા કાર્વાલ્હો સાથે મુલાકાત કરી હતી. જ્યાં તેઓએ ચેમ્બર ઓફ કોમર્સને એબીટ અને અબેસ્ટ જેવા એપરલ અને ફેબ્રિક એસોસીએશન સાથે જોડાઇને ભારતથી કોટન અને મેન મેઇડ ફાયબર Brazilમાં એકસપોર્ટ કરવા માટે પ્લેટફોર્મ પૂરુ પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું. એપ્રિલ– ર૦રર માં Brazil સરકારના બિઝનેસ એનાલિસ્ટ એના કલાઉડીયા બારબોસા સુરતની ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીની મુલાકાતે આવશે. India News Gujarat
ચેમ્બરના પદાધિકારીઓએ Sloveniaના પ્રતિનિધી મંડળની પણ મુલાકાત લીધી હતી અને ત્યારબાદ દુબઇ મલ્ટી કોમોડીટીઝ સેન્ટરના રિજીયોનલ રિપ્રેઝેન્ટેટીવ મોહંમદ ઇબ્રાહીમ મોહંમદ અને સ્પેશિયલ એડવાઇઝર ડો. માર્ટીન લીક સાથે મુલાકાત કરી હતી. દુબઇ ખાતે આવેલા ડાયમંડ એકસચેન્જની વિઝીટ કરી હતી. સુરતને ડ્રીમ સિટી તરીકે વિકસાવવા અને સુરત ડાયમંડ બુર્સને ડેવલપ કરવા માટે ટેકનીકલી સપોર્ટ કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સની મદદથી સુરત ખાતે ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઇન દુબઇ’ વિષય ઉપર સેમિનાર કરવા માટે પણ તેઓએ રસ દાખવ્યો હતો. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા દુબઇ ખાતે ભવિષ્યમાં કોઇપણ પ્રકારની ઇવેન્ટ કરવામાં આવશે તો તેમાં તેઓ ઓફિશિયલી પાર્ટનર તરીકે જોડાશે તેમ તેમણે જણાવ્યું હતું. India News Gujarat
આ ઉપરાંત Diamond Exchangeની સુવિધા ઉભી કરવા માટે તેમજ સુરતથી દુબઇ માટે સીધી ફલાઇટ સેવા શરૂ કરાવવા માટે પણ તેઓ મદદરૂપ થશે તેમ જણાવ્યું હતું. દુબઇ અને ભારત વચ્ચે ટ્રેડીંગ પાર્ટનરરિપ કન્ટ્રી તરીકે વેપારિક સંબંધો ડેવલપ કરવા પ્રયાસ કરવામાં આવશે. સુરત અને દુબઇ માટે ઇલેકટ્રોનિક વીઝા વધારવા માટે પણ પ્રયાસ કરવામાં આવશે તેમ તેઓએ વધુમાં જણાવ્યું હતું.- India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-Dubai Chamber of Commerce સુરતની નિકાસ વધારવા મદદ કરવા તૈયાર- ચેમ્બર પ્રમુખ
આપ આ પણ વાંચી શકો છોઃ-Seminar on Semco Style Org Selfie- ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન અપાયું
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.