મહિસાગર : ગુજરાતમાં લોકડાઉન-4માં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જેમાં પાનના ગલ્લા અને પાર્લર ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી છે. ત્યારે તમાકુના વ્યસનીઓ પાન મસાલા અને તુમાકુ લેવા લાંબી લાઈનો લગાવી રહ્યાં છે. મહિસાગરના લુણાવાડાણાં પણ લોકો પાન-મસાલા અને અન્ય તમાકુનો વસ્તુઓ લેવા માટે દુકાન ખુલે તે પહેલાથી જ લાંબી લાઈનો લગાવે છે. એટલું જ નહીં પુરુષોની સાથે મહિલાઓ પણ આ લાઈનમાં જોવા મળે છે. કોરોના વાયરસનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જેનો કેટલાક લોકો ગેરફાયદો ઉઠાવતા હોવાનું લાગી રહ્યું છે.
મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા માં સતત ગુટખા ખરીદવા લોકો ની લાંબી કતારો જોવા મળી રહી છે. લુણાવાડા માં ગુટખા ખરીદવા રોજે રોજ લાંબી કતારો લાગે છે. લાઈનો જોઈ વેપારીઓ પણ દુકાન ખોલવાનું ટાળે છે. વહેલી સવારથી ખૂટકા ખરીદવા લોકો દુકાન પહોંચી જાય છે. દુકાનો ન ખુલતા 4 થી 5 કલાક સુધી લાઈન માં ઉભા રહયા બાદ વિલા મોઢે પરત ફરી લોકો પરત ફરે છે. લુણાવાડા સત્યનારાયણ મંદિર સામે તેમજ માંડવી બજાર વિસ્તારોમાં આવેલી ગુટખા ની દુકાન પર લોકોની લાંબી લાઈનો જોવા મળે છે. એટલું જ નહીં લાઈનમાં પુરુષોની સાથે મહિલાઓ પણ ઉભી રહે છે.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.