કેન્સરના દર્દીઓ પ્રત્યે સમાજમાં અણગમો જોવા મળે છે ત્યારે કેન્સરની બીમારીથી પીડાતા અને સાજા થઈ ગયેલા દર્દીઓને મુખ્ય પ્રવાહ સાથે જોડી શકાય તે માટે અદ્વૈતા કેન્સર હોસ્પિટલ અને આઇસીયુના સંચાલક ડૉ. દિવ્યેશ પાઠક દ્વારા આજરોજ ગરબા સાથે મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન અદ્વૈતા હોસ્પિટલની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે કરવામાં આવ્યું હતું.
આ અંગે ડૉ. દિવ્યેશ પાઠકે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ૧૦ વર્ષથી કેન્સર સર્જન તરીકે સેવા આપી રહ્યા હતા ત્યારે કેન્સરના દર્દીઓ માટે એક સ્પેશિયલ હોસ્પિટલ હોય એ જરૂરીયાત અનુભવતા અદ્વૈતા કેન્સર હોસ્પિટલ અને આઇસીયુ હોસ્પિટલનો પાયો નખાયો. એક વર્ષ પહેલાં દશેરાના દિવસે પ્રાઈમ આર્કેડની સામે સહજ આઇકોનમાં હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન ડૉ. દિવ્યેશ પાઠકે 250 થી વધારે સફળ સર્જરી અને 150 જેટલી સફળ કીમો થેરેપી કરી દર્દીઓને નવું જીવન આપ્યું છે. ત્યારે હોસ્પિટલની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે હોસ્પિટલ દ્વારા કેન્સરના દર્દીઓ પ્રત્યે સમાજમાં જાગૃતિ આવે અને આવા દર્દીઓ પ્રત્યે હૂંફથી અને પ્રેમથી સામાન્ય વ્યક્તિની જેમ વ્યવહાર કરે તેવા ઉદ્દેશ્ય સાથે ગરબા સાથે મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં ડૉ. દિવ્યેશ પાઠકે જણાવ્યું હતું કે સામાન્ય રીતે કોઈ વ્યક્તિ ને કેન્સર થાય તો તે નોર્મલ જીવન જીવવાનું છોડી દે છે ત્યારે આવી વ્યક્તિઓ પોતાને અલગ નહીં સમજી નોર્મલ જીવન જીવી શકે છે એ સંદેશ આપવા માટે અને સામાન્ય વ્યક્તિઓની જેમ તેઓ પણ દરેક તહેવાર ઉજવી શકે છે તે સંદેશો આપવા માટે હોસ્પિટલ દ્વારા આ આયોજન કરાયું હતું અને 150 જેટલા દર્દીઓ અને તેમના પરિવારના સભ્યોને કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે ડૉ. દિવ્યેશ પાઠકે પોતાનું તબીબી શિક્ષણ સુરતની સરકારી મેડિકલ કોલેજ ખાતે લીધું છે. સરકારી મેડિકલ કોલેજ ખાતે એમબીબીએસ કર્યા બાદ જનરલ સર્જરીમાં સ્મીમેર મેડિકલ કોલેજ ખાતે એમએસની ડિગ્રી મેળવી હતી ત્યારબાદ કેન્સર સર્જન તરીકેનો અભ્યાસ પુને ખાતે કરીયો છે અને ત્યારબાદ ઓંકો સર્જરી નો અભ્યાસ પુણે ખાતે પૂર્ણ કર્યો છે અને છેલ્લા ૫ વર્ષથી તેઓ સુરત ખાતે કેન્સર નિષ્ણાંત તબીબ તરીકે સેવા આપી રહ્યા છે.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.