ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે વાતાવરણમાં પણ પલટો આવ્યો છે કચ્છમાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે સાથે અસહ ગરમી પણ પડી રહી છે. કચ્છના હવામાનમાં બે ત્રણ દિવસથી પલટો આવ્યો છે ધૂળની ડમરીઓ ઉડવા સાથે વાતાવરણમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ગરમીનું પ્રમાણ પણ વધવા પામ્યું છે દેશમાં વાવાઝોડું આવવાની ભીતિ છે જોકે કચ્છના દરિયાકાંઠે હજી કોઈ મુવમેન્ટ જોવા મળી નથી અરબી સમુદ્રમાં સર્જાયેલી સાયકલોનની અસર કચ્છમાં અત્યારસુધીનાં અપડેટ પ્રમાણે જોવા નહીં મળે. જોકે પવન ફૂંકાશે તેવું ભુજના હવામાનશાસ્ત્રીએ જણાવ્યું હતું. વાવાઝોડાની અસર સંદર્ભે પણ તકેદારી રાખવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, હજી કેરળમાં પણ ચોમાસુ જામ્યું નથી જુનના પ્રથમ સપ્તાહમાં કેરળમાં વરસાદ આવ્યાના વિસ દિવસ બાદ કચ્છમાં વરસાદ પડી શકે તેવી શકયતા વ્યક્ત કરી હતી
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.