રાજ્યમાં કોરોના કહેર યથાવત છે દરમિયાન અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે તો ડાંગ જિલ્લાના વાતવરણમાં પલટો જોવા મળ્યો છે. તો ગિરિમથક સાપુતારામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. અચાનક પલટો આવતા અહલાદક વાતવરણથી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું. સાથેજ મહિસાગર જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને વરસાદ થવાની ભીતી સર્જાઈ હતી.
તો જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયો છે. જો કે વાદળછાયા વાતાવરણના કારણે ગરમીમાં આશિંક રાહત મળી છે. તો આકાશમાં વાદળો ઘેરાતા જગતનો તાત ચિંતિત બન્યો છે. જો વરસાદ થાય તો ડાંગર, બાજરી, મગ, મગફળી જેવા પાકોને નુકસાનની ભીતી સર્જાઈ છે.ઉલ્લેખનીય છે કે જગતના તાતને કોરોના, લોકડાઉન અને કમોસમી વરસાદના કારણે ઘણું નુકસાન થયું છે. ત્યારે હવે વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતો ચિંતાતૂર બન્યા છે.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.