College Exam Paper Leak : તારીખ 16 અને 18 તારીખે પણ પેપર લીક થયા, હતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ
College Exam Paper Leak : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ-4નું પેપર લીક પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. લીંકનાં કારણે હોંશિયાર વિદ્યાર્થીઓનું ભાવિ ચિંતાજનક.
ગુજરાતમાં ફરી એકવાર પેપર ફૂટવાની ઘટના બની છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ-4નું પેપર લીક થયો હોવાનો આક્ષેપ કર્યો છે. જાણવી દઈએ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અલગ-અલગ કોલેજોમાં આ પેપર લેવામાં આવ્યું હતું. ગત રોજનું જે પેપર હતું તે પણ સોશિયલ મીડિયાના ગ્રુપમાં શેર કરાયું હતું. જણાવી દઈએ કે સમગ્ર સૌરાષ્ટ્રમાં 35,000 વિદ્યાર્થીઓ પરિક્ષા આપતા હોય છે. પેપર લીંકનાં કારણે હોંશિયાર વિદ્યાર્થીઓનું ભાવિ ચિંતાજનક બની રહ્યું હોવાની ફરિયાદો આધાર પણ સામે મળી છે.
રાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCAના સેમિસ્ટર-4માં 19 તારીખે સવારે 10.30 વાગ્યે પેપર હતું, ઓપરેટિંગ સિસ્ટમ કોન્સેપ્ટ્સ વિથ યુનક્સ/લિનક્સ વિષયનું પેપર હતું જે લિક થયું હતું. ત્યારે વિદ્યાર્થી યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે પેપરનો સમય 10.30 નો હતો જ્યારે 9.30 વાગ્યે જ પેપર સોશિયલ મીડિયામાં વાઈરલ થયું હતું. 18 તારીખે જે પરીક્ષા હતી વેબ સર્ચિંગ ટેકનોલોજી એન્ડ ઓપ્ટીમાઈઝ, 16 તારીખે જે પરીક્ષા હતી પ્રોગ્રામિંગ વિથ C+ આ ટાઈમ ટેબલ પ્રમાણે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અલગ-અલગ કોલેજેમાં પરીક્ષા લેવાનાર હતી. તેના પણ પેપર લીક થયા હતા. આ સાથે યુવરાજસિંહ પેપર લીક થયાના પુરાવા પણ રજૂ કર્યા હતા. યુવરાજસિંહ જાડેજાએ વધુમાં ઉમેર્યું કે, વોટ્સએપમાં લખાણવાળા જે પ્રશ્નો ફરતા થયા છે, તેને અમે પેપરની સાથે મેચ કર્યા છે. લખાણમાં જે ભૂલો હતી તે જ પ્રિન્ટ થયેલા પેપરમાં પણ છે.
તમે આ પણ વાંચી સકો છો :
Filtered Water: 42 કરોડ નાં ખર્ચે તાપી નદીનું ફિલ્ટર પાણી ડીંડોલી થી સચિન માં પહોચ્યું
તમે આ પણ વાંચી સકો છો :
Ponam Madam Vijay Reli : ભાજપના ઉમેદવાર પૂનમ માડમ વિજય સંકલ્પ, અનુરાગ ઠાકોર મીડિયા સાથે કરી વાતચીત
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.