CR PATIL
કાર્યકર્તાઓ જોડે પણ નવા વર્ષ નિમિત્તે શુભેચ્છાનું અદાન – પ્રદાન કર્યું. તેમણે કહ્યું Pm મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. દિવાળીના દિવસે આપણે દીપ પ્રકતાવીએ છીએ.દીપ અંધકાર દૂર કરે છે.આપણે આ વર્ષે 4 દીપ પ્રકટાવીએ. 1 દીપ દિવાળી, 1 દીપ નવા વર્ષ માટે, 1 દીપ દેશ વિકાસના સર્વોચ શીખર પર પહોંચે એટલે અને 1 દીપ જન ભાગીદારી જળ સંચય અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર વધારવા પ્રકટાવવો જોઈએ.
સી.આર. પાટીલની કાર્યકર્તાઓ સાથે નવ વર્ષની ઉજવણી કરી દરેક વ્યક્તિ સુધી સુખ-સમૃદ્ધિ પહોંચે તે માટે અમે કટિબદ્ધ છીએ. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મળવા આવ્યાં..2047 વિકસિત ભારત અને જળસંચય જન ભાગીદારીના નામે દીપ પ્રગટાવવા પાટીલની લોકોને અપીલ કરી. કેન્દ્રીય જલ સંસાધન મંત્રી સી. આર. પાટીલે આજે નવા વર્ષ પર પોતાના નિવાસસ્થાને પાર્ટીના કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે નવ વર્ષની ઉજવણી કરી હતી અને લોકોને શુભેચ્છા સંદેશ આપ્યા હતા.
તેઓએ લોકોને અપીલ કરી હતી કે, પોતાના ઘરે વિકસિત ભારત અને જલ સંસાધનને લઈ દીપ પ્રગટાવે.
આજે નવ વર્ષની શરૂઆત થઈ રહી છે, જેને લઇ રાજ્યના તમામ લોકોમાં ભારે ઉત્સાહ છે. પોતાના પ્રિયજનોને નવા વર્ષની શુભેચ્છા લોકો આપી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સી. આર. પાટીલે પણ પોતાના નિવાસસ્થાને પરિવારના સભ્યો અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે નવ વર્ષની ઉજવણી કરી હતી. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમને મળવા આવ્યા હતા અને નવ વર્ષની શુભેચ્છાઓ આપી હતી.
સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. દિવાળી અને નવા પર્વના નિમિત્તે હું આપ સૌને શુભેચ્છા પાઠવું છું. છેવાડાના પગથીયા પર દરેક વ્યક્તિ સુધી સુખ સમૃદ્ધિ પહોંચે તે માટે અમે કટિબદ્ધ છીએ. દિવાળીના પર્વ નિમિત્તે આપણે દીપ પ્રગટાવીએ છીએ. દીપમાળા પ્રગટાવવાના પગલે અંધકાર દૂર થાય છે. આપણે એક દિવસ દિવાળીના નામે દીપ પ્રગટાવીએ. એક દીપ નવા વર્ષના નામે પ્રગટાવીએ. એક દીપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચાર 2047 સુધી વિકસિત ભારતના નામે પ્રગટાવીએ અને એક દીપ જળસંચય જન ભાગીદારી તેમજ જન આંદોલનના નામે પ્રગટાવીએ.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.