નવસારીના જલાલપોર તાલુકાના આસણા ગામમાં પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં ઉશ્કેરાયેલી પતિએ તિક્ષણ હથિયારના ઘા ઝીંકીને પતિની હત્યા કરી હતી. પતિ-પતિ વચ્ચે ઝઘડો થતા પરિણીતાએ નજીકમાં પડેલુ ચપ્પુ ઉઠાવીને પતિ ઉપર હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા પતિનું મોત થયું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આસણા ગામમાં રહેતા દંપતિ વચ્ચે કોઈ મુદ્દે તકરાર થઈ હતી. જેથી ઉશ્કેરાયેલી પત્નીએ નજીકમાં પડેલુ ચપ્પુ ઉઠાવીને પતિ ઉપર હુમલો કર્યો હતો. જો કે, બાદમાં ગુસ્સો શાંત થતા પત્નીએ પતિની ઘરગથ્થુ સારવાર કરી હતી. દરમિયાન ગંભીર રીતે ઘવાયેલરા પતિનું મોત થયું હતું. આ બનાવની જાણ થતા સરપંચે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.