Duplicate Oil Fraud : લીંબાયત વિસ્તારમાં ડુપ્લીકેટ તેલ મળી આવ્યું, વિજયાલક્ષ્મી સુપર સ્ટોરમાં મળી આવ્યું ડુપ્લીકેટ તેલ – India News Gujarat
Duplicate Oil Fraud : તિરૂપતિ તેલ ના ડબ્બા માં ડુપ્લીકેટ તેલ વેચાતું વેપારી એસોસિયેશન ને ફરિયાદના આધારે દરોડા. લીંબાયત પોલીસ ને સાથે રાખી દરોડા કરાયા.
સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ તેલ વેચાઈ રહ્યો હોવાની માહિતીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં ૬૦ જેટલા ડુપ્લીકેટ તેલના ડબ્બા અને સ્ટીકરો મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. વેપારી એસોસિએશનના પ્રમુખ રૂપેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે ગ્રાહક સજાગ રહે તો અસલી અને નકલીનો તફાવત સમજી શકે છે અને તેઓએ અસલી અને નકલી જાણવા વિશેની માહિતી પણ આપી હતી.
એડીબલ ઓઇલ વેપારી સંઘના પ્રમુખ રૂપેશભાઈ વોરાને માહિતી મળી હતી કે લીંબાયત વિસ્તારમાં અમુક દુકાનદારો તિરુપતિ તેલના ડુપ્લીકેટ ડબ્બામાં ભેળસેળ યુક્ત તેલનો વેપલો કરી રહ્યા છે.જેથી રૂપેશભાઈએ આ અંગે ઝોન 2 ના ડીસીપી ભગીરથ ગઢવી અને લીંબાયત પોલીસ મથકના પીઆઇને જાણ કરી તેમની ટીમને સાથે રાખી તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમ્યાન લીંબાયત વિસ્તારમાં આવેલી વિજયાલક્ષ્મી સુપર સ્ટોર નામની દુકાન માંથી 60 ડુપ્લીકેટ તેલ ના ડબ્બા અને અલગ અલગ બ્રાન્ડના 250 સ્ટીકર મળી આવ્યા હતા આ સાથે ડુપ્લીકેટ તેલના ડબ્બા પર લગાવવામાં આવતા ઢાંકણા એટલેકે 250 કેપ્સ્યુલ પણ પોલીસે કબજે કર્યા છે.હાલ પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી ભેળસેળ કરનારા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
The beginning of the festival of democracy in the country: દેશમાં લોકશાહીનો પર્વનો પ્રારંભ
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.