દરેક યુવક-યુવતી સપનું હોય છે કે તેના લગ્ન પ્રસંગ ધામધૂમથી થાય.તેના લગ્ન પ્રસંગમાં તેના પરિવારજનો, મિત્રો, હાજર રહે. અને સૌ સાથે મળી ધામધૂમ પૂર્વક લગ્ન કરે.પરંતુ કોરોનાએ સૌ કોઈ વ્યક્તિની જીવનશૈલીને બદલી નાખી છે. કોરોનાએ આપણા જ પરિવારજનોને આપણાથી બે ગજ દુર કરી દીધા છે પરંતુ ટેન્કનોલોજીના કારણે તેઓ દુર હોવા છતાં પણ દુર નથી. અને આવું જ કાંઇક બન્યું છે સુરતમાં.. વાત કરીએ તો સુરતમાં રહેતા ડો.નેહા પોખરણાના લગ્ન મુંબઈ ખાતે રહેતા ડો. પ્રબોધ ગર્ગ સાથે થવાના છે. પરંતુ કોરોનાની સ્થિતિને લઈને તેમજ સરકારની ગાઈડ લાઈનને લઈને તેઓ લગ્ન ધામધૂમ પૂર્વક ઉજવી શકે તેમ નથી.. તેમજ કોરોના વોરીયર્સ હોવાના લીધે તેઓને લોકોના સ્વસ્થની પણ ચિતા સૌથી પેહલા કરી છે. જેથી તેઓએ એક અલગ જ રીતે લગ્ન પ્રસંગ ઉજવવાનું નક્કી કર્યું હતું. ડો.નેહા પોખરણાએ આ સમગ્ર પ્રસંગ ઓનલાઈન યોજવાનું આયોજન કર્યું હતું. જેમાં તેઓએ લગ્નની કંકોત્રી પણ ડીજીટલ રીતે બનાવી હતી આ લગ્ન કંકોત્રીમાં પણ સૌ વ્યક્તિને આમંત્રણ પણ ડીજીટલ રીતે આપવામાં આવ્યું હતું. પરંતુ સૌથી મહત્વની વાત એ હતી કે આ એક લગ્ન કંકોત્રીમાં આમંત્રણમાં એક યુટ્યુબની લિંક આપવામાં આવી હતી આ લીંક પર ક્લિક કરવાથી તેઓ ડો.નેહા અને ડો. પ્રબોધ ગર્ગના લગ્ન ઓનલાઈન નિહાળી શકાય તેવી સુવિધા કરવામાં આવી હતી.
ડો. નેહાના લગ્નની ડીજીટલ કંકોત્રી ગુજરાતના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીને પણ મોકલવામાં આવી હતી જેમાં ડો.નેહાના આ આઈડિયાને ગુજરાતના મુખ્યમંત્રીએ પણ બિરદાવ્યો છે. મુખ્યમંત્રીએ તેઓના આ આઈડિયાને લઈને તેઓને લેખિતમાં અભિનદન આપ્યા હતા તેમજ પ્રભુતામાં પગલા પાડવા જઈ રહેલા નવ દંપતીને આશીર્વાદ પણ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોરોનાને લઈને દરેક લોકોની જીવન શૈલી પર અસર પડી છે હવે બે ગજની દૂરીમાં જ સૌની ભલાઈ છે ત્યારે કોરોનાના કપરા સમયમાં પણ આ તબીબ દંપતીએ ટેન્કનોલોજીના માધ્યમથી અનોખા લગ્ન કરી સમાજમાં એક ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને સાથે જ લોકોને કોરોનાને હળવાશમાં ન લેવા અને ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી હતી.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.