Extensive Damage To Mango Crops : કેસર કેરીના પાકોને વ્યાપક નુકસાન, માવઠાના કારણે ભારે નુકસાન
Extensive Damage To Mango Crops : 50% થી પણ ઓછો કેસર કેરીનો પાક ખેડૂતો ની હાલત કફોડી બની.
ગુજરાતમાં ઘણા દિવસથી વાતાવરણ અસ્થિર રહ્યું છે અને ઘણા જિલ્લાઓ માં કમોસમી વરસાદ પણ પડ્યો છે. ત્યારે હાલમાં થયેલા માવઠાના કારણે ગીરની જગવિખ્યાત કેસર કેરી સહિતના બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયું છે. પરંતુ હાલમાં અન્ય પાકોની જેમ બાગાયતી પાકોને પણ વીમા કવચ આપવાની માંગ આ વિસ્તારના ખેડૂતો દ્વારા પ્રબળ બની હોવાની સૂત્રોમાંથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
હાલમાં થયેલા માવઠાને કારણે ગીરની જગવિખ્યાત કેસર કેરી સહિતના બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ખાસ કરીને આ વખતે 50 %થી પણ ઓછો કેસર કેરીનો પાક થયો છે તેમજ ગ્લોબલ વોર્મિંગના કારણે આ વખતે આખું વર્ષ કમોસમી વરસાદ રહ્યો છે અને કેસર કેરીનો પાક 50% થી પણ ઓછો થવાને કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાનીનો માર સહન કરવો પડશે. તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. ત્યારે જુનાગઢ જિલ્લાના જામકા ગામના ખેડૂત એવા પરસોત્તમભાઈ સિદપરાએ ઇન્ડિયા ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું ગત આખું વર્ષ જ કમોસમી વરસાદ નું રહ્યું છે જેના કારણે બાગાયતી પાકો હોય કે અન્ય પાકો તમામને વ્યાપક પ્રમાણમાં નુકસાન થય રહ્યું છે. અને ખેડૂતો ની હાલત કફોડી બની રહી છે. આ અંગે વિસ્તૃત વાતચીતમાં પરસોત્તમભાઈ સીદપરા એ ખેતીની પ્રક્રુતિના હવામાન થી થતી અસર અને ખેડૂતો ના નુકસાન વિશે વાત કરી હતી.
તમે આ પણ વાંચી સકો છો :
Shape Tomorrow’s Innovations : ધોરણ 12ના GSEB પરિણામ બાદ યુજીમાં પ્રવેશ શરૂ થયા
તમે આ પણ વાંચી સકો છો :
Commencement Of UG Admission/ગુજરાત બોર્ડના ધોરણ 12ના પરિણામો બાદ યુજી પ્રવેશનો પ્રારંભ
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.