Ganesha Visharajan
લોકસભા દંડક અને વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલના સુરત નિવાસ સ્થાને આયોજિત પાંચમા ગણેશોત્સવની વિસર્જન યાત્રા સુરતમાં યોજાઈ હતી. આદિવાસી થીમ પર યોજાયેલી વિસર્જન યાત્રામાં ડાંગ, વાંસદા, અનાવલ, તાપી, સોનગઢ, વલસાડ, કપરાડા, ભરૂચ એમ દ.ગુજરાતના ખૂણે-ખૂણેથી આવેલા આદિવાસી સમાજના ૨૫,૦૦૦ થી વધુ લોકોએ હોંશે-હોંશે ભાગ લીધો હતો. આદિવાસી સમાજના પરંપરાગત આદિવાસી વેશભૂષા સાથે ડાંગી નૃત્ય, ઘેરિયા, તુર, તારપો, ટીમલી જેવા નૃત્યો યાત્રામાં સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આગામી વર્ષથી શ્રી ધવલભાઈ પટેલ વલસાડમાં પોતાના કાયમી નિવાસ સ્થાનેથી ગણેશોત્સવનું આયોજન કરશે.
વિસર્જન યાત્રામાં ભીલ સમાજ, વસાવા, હળપતિ, ગામીત, ધોડિયા પટેલ, ચૌધરી, કુકણા સહિત દરેક આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. રાજ્યના સૌથી મોટા આદિવાસી ડીજે રોકી સ્ટારને પણ આમંત્રણ અપાયું હતું. સુરતનું પ્રખ્યાત ગાર્ડન ગ્રુપ પણ જોડાયુ હતું. લોકોએ આ અનોખી વિસર્જન યાત્રાને માણી અને આદિવાસી સમાજની કળા-સંસ્કૃતિથી માહિતગાર થયા હતા. યાત્રામાં એક પેડ મા કે નામ, નો ડ્રગ્સ, પ્રકૃતિ બચાવો, સેવ મધર અર્થ, કેચ ધ રેઇન જેવા વિષયોની કૃતિઓ સાથે લોકોને જાગૃત પણ કરાયા હતા.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.