Great Statement By C.R Patil : ભાજપ માટે નવસારી થી મોટા સમાચાર, રૂપાલા વિવાદ વચ્ચે સી.આર. પાટીલની આગેવાનીમાં બેઠક
Great Statement By C.R Patil : 108 ક્ષત્રિય આગેવાનોએ આપ્યું ભાજપને સમર્થન પીએમ મોદી, ભાજપના સમર્થનનું સ્વાગત છે : પાટીલ.
પરશોત્તમ રુપાલા વિવાદમાં હવે ક્ષત્રિયોએ ખુલ્લેઆમ ભાજપનો બહિષ્કાર અને વિરોધ શરૂ કરી દીધો છે. સંકલન સમિતિની આગેવાનીમાં ધર્મરથ શરૂ કરી દેવામાં આવ્યા છે, જે ગામેગામ જઈને ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે. આવામાં નવસારીથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. પાટીલની આગેવાનીમાં 108 ક્ષત્રિય આગેવાનોએ ભાજપને સમર્થન આપ્યું છે.
રૂપાલા વિવાદ વચ્ચે દક્ષિણ ગુજરાતના અને ખાસ કરીને નવસારી જિલ્લાના 108 ક્ષત્રિય આગેવાનોએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની આગેવાનીમાં ભાજપને સમર્થન જાહેર કર્યું છે. નવસારીમાં આ ક્ષત્રિય આગેવાનો સી.આર. પાટીલને મળ્યા હતા. નવસારી જિલ્લાના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ શૈલેન્દ્રસિંહ રાજપૂત, રાજેન્દ્રસિંહ પરમાર, પ્રશાંતસિંહ પરમાર, નરેન્દ્રસિંહ, વિપુલસિંહ, સુનિલસિંહ, પવનસિંહ, પ્રદીપસિંહ ગોહિલ સહિતના આગેવાનોએ નવસારીમાં સી.આર. પાટીલની મુલાકાત લીધી હતી. નવસારીના 108 ક્ષત્રિય આગેવાનોએ પાટીલ સાથે મુલાકાત દરમિયાન કહ્યું કે પાટીલ કે ભાજપ સામે કોઈ વાંધો નથી, ભાજપને અને સી.આર.પાટીલને સમર્થન આપીશું, પણ વિવાદિત નિવેદન મામલે રૂપાલાનો વિરોધ યથાવત રહેશે.
આ અંગે સી.આર.પાટીલે કહ્યું કે ક્ષત્રિય આગેવાનોએ વડાપ્રધાન મોદી અને ભાજપને સમર્થન આપ્યું છે, તેનું સ્વાગત કરીએ છીએ. પીએમ મોદીના યોગદાનને ન ભૂલતા આ 108 ક્ષત્રિય આગેવાનોએ સામેથી આવીને ભાજપને સમર્થન જાહેર કર્યું છે. ક્ષમા આપવામાં ક્ષત્રિયોનું દિલ મોટું હોય છે, શરણે આવેલા માટે ક્ષત્રિયો જીવ પણ આપી દે છે, પરશોત્તમ રૂપાલાએ માફી માંગી છે, તેમની માફી સ્વીકારવી તે દેશના હિતમાં છે.
સી.આર.પાટીલે કહ્યું કે વડાપ્રધાન પ્રત્યે લોકોની સંવેદના છે એટલે અમે લોકોને વિનંતી કરીએ છીએ કે લોકો ભાજપના નેતાઓને જંગી મતોથી જીતાડે. આ એક પ્રત્યન છે સંગઠનના અલગ અલગ લોકો અને હું પોતે ક્ષત્રીય સમાજના અગેવાનોને મળ્યો છું. આગમાઈ દિવસો માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અમિત શાહ અને અન્ય કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં ચુંટણી પ્રચાર અર્થે આવવાના છે ત્યારે આ મામલે વધુ બેઠકો યોજાશે એવી અટકળો પણ લગાવાય રહી છે.
તમે આ પણ વાંચી સકો છો :
Weather Change in Surat: ભારે ઉનાળો કોણ કહે સુરત માં પડયો વરસાદ જોઓ વિડીઓ
તમે આ પણ વાંચી સકો છો :
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.