Grishma murder case
Grishma murder case:સમગ્ર રાજ્ય સહિત સુરત શહેરમાં ચકચાર મચાવનારા Grishma વેકરીયા હત્યા કેસમાં આરોપી ફેનિલ સામે હાલમાં સુરત કોર્ટમાં ન્યાયીક કાર્યવાહ ચાલી રહી છે. આજે બુધવારે બપોરે ફેનિલને સુરત કોર્ટમાં રજૂ કરાયો ત્યારે તેની તબિયત અચાનક લથડી હતી. જેથી પોલીસે તેને 108 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. -LATEST NEWS
સુરત સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનારા Grishma વેકરીયા હત્યા કેસ હાલમાં સુરત કોર્ટમાં ચાલી રહ્યો છે. આરોપી ફેનિલ સામે હાલમાં ઝડપથી ન્યાયીક પ્રક્રિયા હાથ ધરાવામાં આવી છે અને આજે બુધવારના રોજ અચાનક જ સુરત કોર્ટમાં આરોપી ફેનિલની તબિયત લથડી હતી તે બેભાન થઇ ગયો હતો. જેથી કોર્ટમાં દોડધામ મચી હતી. જે બાદ પોલીસે ચાલુ ન્યાયીક કાર્યવાહી દરમ્યાન જ 108ને ફોન કરીને બોલાવી હતી. -LATEST NEWS
ફેનિલ ગોયાણીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં હાલમાં તેની તબિયત સ્થિર હોવાનું ડોક્ટરો જણાવી રહ્યા છે. ખાસ કરીને અચાનક ફેનિલની તબિયત બગડતા તે બેભાન થઇ જતા કોર્ટ કેમ્પસમાં અને બંદોબસ્તમાં આવેલા પોલીસ જવાનોમાં દોડધામ મચી ગઇ હતી. -LATEST NEWS
ઉલ્લેખનિય છે કે, ગત રોજ Grishma હત્યા કેસમાં ફરિયાદી અને સાક્ષીઓની જુબાની લેવાઇ હતી અને આજે ન્યીયીક પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે જ અચાનક આરોપીની તબિયત લથડી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો.જ્યાં મેડિસીન અને સાઈકેટરિસ્ટ ડોકટરો દ્વારા ફેનીલની તપાસ કરવામાં આવી હતી.અને પ્રાથમિક દ્રષ્ટિએ ફેનીલને એન્ટી ડિપ્રેશન થતા કોર્ટમાં બેભાન થયો હતો.ફેનીલ સ્વસ્થ થતાં સિવિલ હોસ્પિટલમાંથી પરત કોર્ટ લઈ જવામાં આવ્યો હતો.
-LATEST NEWS
આ પણ વાંચી શકો છોઃ CNGની અછતથી કાનપુરના 12 ફિલિંગ સ્ટેશન બંધ કારણ રશિયા યુક્રેન યુધ્ધ
આ પણ વાંચી શકો છોઃ Food poisoning : 57 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.