ગ્રીષ્મા વેકરીયા
ગ્રીષ્મા વેકરીયા murder caseમાં સંડોવાયેલાં આરોપી ફેનિલ સામે પોલીસે માત્ર 6 દિવસમાં કુલ 2500 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. સમગ્ર રાજ્ય સહિત દેશમાં હાહાકાર મચાવનારા આ murder caseમાં રાજ્ય સરકાર દ્વારા પણ એવી જાહેરાત કરવામાં આવી હતી કે, આ કેસને ઝડપથી ચલાવવામાં આવશે અને આરોપીને દાખલા રૂપ સજા કરવામાં આવશે. પોલીસે સાંયોગિક પુરાવાઓ સહિત મહત્વના સાક્ષીઓના નિવેદનો સહિત એફએસએલના પુરાવાઓ સહિતની તમામ વિગતોની છણાવટ ચાર્જશીટમાં કરી હોવાનું જાણવા મળે છે.-india news gujrat
સુરતના પાસોદારમાં સરાજાહેર થયેલી ગ્રીષ્માવેકરીયાની murderમાં આરોપી ફેનિલ ની ધરપકડ બાદ માત્ર 6 દિવસમાં જ હજાર પાનાની મૂળ અને કુલ 2500 પાનાની પુરવણી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઈ હતી. પોલીસે શરુ કરેલી તપાસમાં પહેલીવાર તમામ 170 સાક્ષીઓના ઘરે જઇને તેમના સ્ટેટમેન્ટ લીધા હતા. ઘટના જોનારા 25 સાક્ષીઓંએ સ્ટેટમેન્ટ લખાવ્યા હતા.પહેલીવાર થયું છે કે હત્યાના કેસમાં આરોપીની ધરપકડના 6 દિવસ બાદ જ કોર્ટમાં ચાર્જશીટ કરાઈ છે. આ કેસમાં પોલીસે રેકોર્ડ બ્રેક કામગીરી કરીને આટલી ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરી છે. ઉપરાંત ચાર્જશીટની સમગ્ર પ્રોસેસ જલદી થાય એ માટે પોલીસ તમામ 170 સાહેદોના ઘરે ગઇ હતી.આ સાથે આ કેસમાં એક ઓડિયો પણ વાયરલ થયો હતો જે એફેએસએલ તપાસમાં તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ ચકચારી caseમાં હવે ઝડપથી ટ્રાયલ ચાલે અને આરોપીને દાખલારૂપ સજા થાય એવી લોકોની માંગણી છે.-india news gujrat
માસુમ વિદ્યાર્થિની ગ્રીષ્મા વેકરીયાની જે પ્રકારે ઘાતકી હત્યા કરવામાં આવી છે તેનાથી શહેરીજનો થથરી ઉઠ્યા છે. કોઇ પણ પ્રકારના ભય વગર આરોપી ફેનિલ ગોયાણીએ ગ્રીષ્માને રહેંસી નાંખી છે તેના ઘેરા પ્રત્યાઘાતો સમાજમાં પડ્યા છે અને સમાજના અગ્રણીઓ પણ ગ્રીષ્માના પરિવારની મુલાકાત લઇને તેમને દિલસોજી પાઠવીને આવ્યા છે. જે પ્રકારે નિર્દોષ યુવતીને રહેંસી નાંખવામાં આવી છે હવે સમાજમાં આરોપી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.-india news gujrat
આપ આ પણ વાંચી શકો છોઃ-સુરતના જોળવામાં 12 વર્ષની માસુમ પર rape બાદ murder
આપ આ પણ વાંચી શકો છોઃ-Ahmedabad Blast Case: દેશમાં ચર્ચાનો વિષય બન્યો ‘ફાંસી’, જાણો કેવી રીતે?
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.