મેગાસિટી અમદાવાદમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં અમદાવાદમાં નવા 310 કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 10 હજારથી વધારે કેસ નોંધાયાં છે. આ ઉપરાંત 25 લોકોના મોત થયા હતા. આમ અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધારે 300થી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધી કુલ મૃત્યુઆંકની સંખ્યા 722 પર પહોંચી ગઈ છે. બીજી તરફ અત્યાર સુધી 4187 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યા છે. હાલ શહેરમાં 5681 એક્ટિવ કેસ છે.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.