Heat Wave Rise Alert : બનાસકાંઠામાં ગરમી વધવાની આગાહી, આગામી બે દિવસ તાપમાનનો પારો ઉંચકાશે
Heat Wave Rise Alert : હિટવેવને લઈને સાવચેત રહેવાની અપીલ ઓ આર એસ કેન્દ્ર બનવાવામાં આવ્યા.
સમગ્ર રાજ્યમાં આગ દઝાડતી ગરમીએ જાણે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ દિવસે ને દિવસે ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જ્યાં હવામાન વિભાગ દ્વારા આગમી 25 સુધી હિટવેવની આગાહી આપવામાં આવી છે.
બનાસકાંઠામાં વધુ ગરમી પડવાને કારણે હીટવેવ અને હિટ સ્ટ્રોકથી બચવા માટે બનાસકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી સૂચનો સહીત જિલ્લાભરના સરકારી કેન્દ્રો ઉપર ઓઆરએસ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગના એપેડેમિક અધિકારી જીગ્નેશ હરિયાણીએ હિટવેવની આગાહીને પગલે બનાસકાંઠાના પ્રજાજનોએ શરીરના તાપમાન કરતા વધુ ગરમી પડે અને 37 ડિગ્રી કરતા બે પ્રકારની વસ્તુઓ બને છે. જેમાં હિટવેવ અને હિટ સ્ટ્રોક બને છે જેના માટે આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી સૂચનો અને પગલાં લેવામાં આવ્યા છે. બનાસકાંઠામાં 1 ડીસ્ટ્રીક હોસ્પિટલ, 4સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ, 28સામુહિક આરોગ્ય કેન્દ્ર, 125પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આ તમામ સ્થળો ઉપર ઓ આર એસ કેન્દ્ર બનવાવામાં આવ્યા છે.જેમાં પાંચ લીટર પાણીમાં પાંચ પાઉચ નાખીને લોકોને આપવામાં આવે છે. અને વધુ પડતી ગરમીમાં દર્દી આવેતો તો તેને ડીપ ફ્રિજમાં બનાવેલ આઈસ પેક લગાવી તેને ગ્લુકોઝની ચડાવવામાં આવે છે.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Fire In Jammu’s Forest : જમ્મુના ટાંડા ગામમાં જંગલમાં લાગી આગ છેલ્લા ત્રણ દિવસથી ચાલુ છે આગ
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.