દુબઇ ટેક્સટાઇલ એક્સ્પો
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ફન ફ્રીડમ ઇવેન્ટ કંપનીના સંયુકત ઉપક્રમે Dubai ખાતે તા. ૧૧ થી ૧૩ માર્ચ, ર૦રર દરમ્યાન Indian Textile Expoનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ Expoને Dubaiમાં ખૂબ જ જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને ગત રોજ રવિવારે છેલ્લા દિવસે પણ ખૂબ જ મોટી સંખ્યામાં બાયર્સ પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા.Dubai ખાતે Indian Textile Expoમાં ભાગ લેનારા આકાશ ભાદાણીએ જણાવ્યું હતું કે, તેઓ સુરતમાં ફેબ્રિકનું ઉત્પાદન કરે છે. આ એકઝીબીશનમાં તેઓને ઘણી ઇન્કવાયરી જનરેટ થઇ હતી. Dubaiમાં એજન્સી દ્વારા જે હોલસેલર અને ઇમ્પોર્ટરને તેઓનું ફેબ્રિક સપ્લાય થતું હતું એવા વેપારીઓ સાથે અહીં સીધો સંપર્ક થયો હતો. આ ઉપરાંત Dubai ખાતે હોલસેલમાં બિઝનેસ કરનારા Dubai ફરતેના રપ થી ૩૦ જેટલા દેશોમાં માલ એકસપોર્ટ કરે છે. આથી ગ્લોબલ માર્કેટમાં પોતાની પ્રોડકટને વેચાણ કરવા માટેની વિશાળ તક અહીં મળી છે.-India News Gujarat
ચેમ્બર દ્વારા ખેદની લાગણી સાથે જણાવવામાં આવે છે કે રવિવાર, તા. ૧૩ માર્ચ, ર૦રર ના રોજ સવારના સુમારે Dubai ખાતે જે હોટેલમાં Indian Textile Expo યોજાયો છે તે સ્થળનો દરવાજો પંદર મિનિટ મોડો ખૂલ્યો હોવાથી કેટલાક લોકો દ્વારા તેનો વિડિયો બનાવી ચેમ્બરને બદનામ કરવાનો તુચ્છ પ્રયાસ કરવામાં આવ્યો હતો.Dubai ખાતે એકઝીબીશન બંધ કરાયું હોવાનો વિડિયો વાયરલ કરવામાં આવ્યો હતો, પરંતુ આ બાબત તદ્દન ખોટી છે અને ચેમ્બર દ્વારા તેનું સ્પષ્ટ ખંડન કરવામાં આવે છે. ચેમ્બર દ્વારા ફન ફ્રીડમ ઇવેન્ટ કંપનીને ટર્મ્સ એન્ડ કન્ડીશન મુજબ પૂરેપૂરા રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે અને હવે કોઇ રૂપિયા ચૂકવવાના થતા નથી. રૂપિયા મળ્યા બાદ જ ઇવેન્ટ કંપનીએ પણ Dubai ખાતે હોટેલમાં સમગ્ર એકઝીબીશન અને એકઝીબીટર્સ માટે રહેવા સહિતની તમામ વ્યવસ્થા ગોઠવી હતી. જો ચેમ્બર દ્વારા ઇવેન્ટ કંપનીને રૂપિયા ચૂકવવામાં આવ્યા જ ન હોત તો એકઝીબીશન તથા એકઝીબીટર્સની હોટેલમાં કોઇપણ પ્રકાર ની સુવિધા થઇ જ શકી ન હોત, જે ખૂબ જ સીધી અને સરળ બાબત છે અને બધાના સમજમાં આવે તેમ છે.-India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-
આપ આ પણ વાંચી શકો છોઃ-
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.