International Kite Festival 2025
INDIA NEWS GUJARAT : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદથી આકાશમાં ત્રિરંગાનો ફુગ્ગો ઉડાડીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે દર વર્ષે વિશ્વભરના રાજદૂતો આ પતંગ મહોત્સવ જોવા માટે ગુજરાતની મુલાકાત લે છે. આ વર્ષે 11 દેશોના રાજદૂતો ગુજરાતમાં આવ્યા છે. આ ઉત્સવ દરમિયાન ફૂડ સ્ટોલ અને ક્રાફ્ટ સ્ટોલ વિક્રેતાઓ લાખો રૂપિયા કમાય છે.
વધુમાં, ગયા વર્ષે સાડા પાંચ લાખથી વધુ લોકોએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપી હતી. ગુજરાતે સૌથી વધુ પતંગો બનાવતા રાજ્ય તરીકે વૈશ્વિક સ્તરે ઓળખ મેળવી છે. અમદાવાદ, નડિયાદ, ખંભાત અને સુરત પતંગ ઉત્પાદનના કેન્દ્ર બન્યા છે. આજે, ગુજરાત દેશના પતંગ બજારમાં 65 ટકા હિસ્સો ધરાવે છે. તેમણે ઉમેર્યું કે ગુજરાતમાંથી દર વર્ષે યુએસએ, યુકે અને કેનેડા જેવા દેશોમાં પણ પતંગોની નિકાસ થાય છે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ગુજરાતના સૌથી મોટા તહેવારોમાંનો એક માનવામાં આવે છે. પતંગનો તહેવાર એક અનોખી ગુજરાતીઓનો પ્રિય તહેવાર છે. જ્યારે રાજ્યના મોટાભાગના શહેરોનું આકાશ સવારથી સાંજ સુધી પતંગોથી ભરેલું જોવા મળે છે. પતંગ મહોત્સવ જાન્યુઆરીના બીજા અઠવાડિયા દરમિયાન આયોજિત થાય છે. આ તહેવાર હિન્દુ કેલેન્ડરમાં તે દિવસોને ચિહ્નિત કરે છે જ્યારે શિયાળો ઉનાળામાં ફેરવા લાગે છે, જેને મકરસંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે.
રાજકોટના ડીએચ મેદાન ખાતે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું
આ તકે સાંસદ પરસોતમ રૂપાલા,રામભાઇ મોકરિયા,ધારાસભ્ય રમેશ ટીલાળા, દર્શિતાબેન શાહ,રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી,રાજકોટ મનપા કમીશ્નર તુષાર સૂમેરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ તકે સાંસદ પરસોતમ રૂપાલા,રાજકોટ મનપા કમીશ્નર તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા જણાવ્યું હતું કે મકર સંક્રાતિ એ પ્રેમનો તહેવાર છે આથી નફરતના પેચ કાપી પ્રેમની પતંગ થી આકાશને રંગબેરંગી પતંગોથી રળિયામણું કરી દઈએ તેવી આશ રાખી હતી.
આ પતંગ મહોત્સવમાં દેશ વિદેશના પતંગ વિરો પણ ભાગ લેવા પહોંચ્યા હતા વધુમાં સાંસદ પરસોતમ રૂપાલા દ્વારા અમરેલીમાં પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટી ઉપર થયેલ બનાવ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે અમરેલી પોલીસ દ્વારા સમગ્ર મામલામાં ઉતાવળ કરવામાં આવી છે સાથે જ અમરેલી S.P દ્વારા કમિટી નીમવામાં આવી છે તેં સત્ય બહાર લાવશે તેવી મને આશા છે અને કોંગ્રેસ દ્વારા આ મુદ્દે કરવામાં આવેલ બંધના આંદોલન લઈ લોકોને ગેર માર્ગે દોરે છે.
વધુમાં મકર સંક્રાતિના પર્વ નજીક અવી રહ્યો છે ત્યારે આવા વિરોધના પેચો ને કાપી ઉચી ઉડાનની શરૂઆત કરવી જોઈએ તેવી વાત જણાવી હતી.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.