અમિત શાહ
ઈન્ડિયા ન્યૂઝ, ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગર સંસદીય વિસ્તારના ગાંધીનગર મહાનગરપાલિકાના બગીચાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઈ-લોકાર્પણ તેમજ બાવળા નગરપાલિકા વિસ્તારના એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેકટના ઈ-ખાતમૂહૂર્ત કરતા કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમત્તે 25થી 31 ડિસેમ્બર સુશાસન (Good Governance) સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. સુશાસન (Good Governance)એ સ્વરાજ સમયથી નાગરિકોની ઝંખના હતી. આઝાદી મળી ત્યારથી દેશને સ્વરાજ મળ્યું હતું પરંતુ સુરાજ નહીં. પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીએ સુરાજની વ્યાખ્યા કરી હતી. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક આયામોમાં (Good Governance) સુશાસનની કલ્પના દેશ સમક્ષ પ્રસ્તુત કરી છે. – Good Governance
તેમણે ઉમેર્યું હતું કે, દેશના તમામ રાજ્યો વચ્ચે રહેલી સુશાસન સ્પર્ધાની કોમ્પિટેટીવ રેન્કમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રહ્યું છે જે દરેક ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. ગુજરાતે દસમાંથી પાંચ ક્ષેત્રો ઇકોનોમિકલ ડેવલોપમેન્ટ, માનવ સંસાધન વિકાસ, સાર્વજનિક બુનિયાદી માળખું અને ઉપયોગિતા, સમાજ કલ્યાણ, ન્યાય અને સાર્વજનિક સુરક્ષામાં ખૂબ જ સુંદર પ્રદર્શન કર્યું છે. વર્ષ 2021માં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં રૂ. 2342 કરોડના ખર્ચે 1367 જેટલા વિકાસ કામો થયા છે. આ બધા વિકાસ કામો નાગરિકોની સુખાકારીમાં વધારો કરી રહ્યા છે. લોકાર્પણ થઈ રહેલા બગીચાઓ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો જરૂરી સુવિધા યુકત છે. નાગરિકોને કોરોના સામે હજુ પણ સાવચેતી રાખી કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડલાઇનનું અચૂક પાલન કરવા અપીલ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના સુશાસનનો પાયો આપણા સૌના પ્રેરણા સ્ત્રોત એવા સ્વ.શ્રી અટલ બિહારી વાજપેયીજીએ નાંખ્યો હતો. તેમના જન્મ દિને દેશભરમાં “ગુડ ગવર્નન્સ” દિનની ઉજવણી કરવામાં આવે છે. ગુડ ગવર્નન્સ એટલે સર્વ સમાવેશક વિકાસ સાથે સંકળાયેલું વહીવટી તંત્ર. દેશને સ્વરાજ્ય વર્ષ 1947માં મળ્યું પરંતુ સુરાજ્ય ગુડ ગવર્નન્સનું સ્વપ્ન અધૂરું જ રહ્યું હતું. સ્વ. વાજપેયીએ તેમના શાસનકાળમાં સુશાસનનો પાયો નાખ્યો હતો. રાષ્ટ્રનિર્માણના તેમના સંકલ્પને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બન્નેની જોડી દેશભરમાં ગુડ ગવર્નન્સની ઉજવણી થકી વધુ સુદ્રઢતાથી સાકાર કરી રહ્યા છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, સુશાસન એકાંકી નથી, એ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ થકી મળતી વિકાસ યાત્રાની સફળતા છે. આપણું ઘડતર અને સંસ્કાર સિંચન જ એવી કાર્ય સંસ્કૃતિમાં થયું છે જ્યાં જનકલ્યાણના કામો અને વિકાસ એ જ માત્ર લક્ષ્ય છે. ‘વિકાસ સિવાય કોઈ વાત નહીં અને વિકાસમાં વિવાદ નહિ’ એ ગુજરાતનો હંમેશથી ધ્યેયમંત્ર રહ્યો છે. જેમાં ગ્રામ પંચાયતના સભ્ય, સરપંચથી લઈને મહાનગરોના મેયર, ધારાસભ્યો, મંત્રી અને સાંસદ સુધી સૌ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને જનહિતને સમર્પિત રહ્યા છે. તેથી જ આજે સમગ્ર દેશ-વિદેશમાં ગુજરાત રાજ્ય વિકાસ મોડેલ તરીકે પ્રસ્થાપિત થયું છે, એટલું જ નહિ, ગાંધીનગર સંસદીય વિસ્તારને ઉત્તમ સંસદીય વિસ્તાર બનાવવા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર સાંસદ અમિત શાહે કરોડો રૂપિયાની ભેટ આપી છે.
આ પણ વાંચોઃ દેશની રાજધાનીમાં ક્યાં હશે નિયંત્રણો અને કેટલી છૂટhttps://indianewsgujarat.com/corona-update/4879latest-covid-guidelines-for-delhi/
આ પણ વાંચોઃ Covid Vaccine Registration 15 से 18 साल के बच्चों का वैक्सीनेशन तीन जनवरी से, 60+ बुजुर्गों का प्रिकॉशन डोज 10 से शुरूhttps://indianews.in/coronavirus/covid-vaccine-registration-vaccination-of-children-of-15-to-18-years-from-january-3-vaccination-dose-of-60-elderly-starts-from-10/
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.