Madhavpur Fair: પોરબંદરમાં પ્રસિદ્ધ માધવપુર ઘેડના મેળો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો – INDIA NEWS GUJARAT
Madhavpur Fair: બુધવારના રોજ પોરબંદરમાં પ્રસિદ્ધ માધવપુર ઘેડના મેળાનો પ્રારંભ રાજ્યપાલ દેવવ્રત આચાર્યની ઉપસ્થિતિમાં થયું હતું. આ મેળામાં પૂર્વના રાજ્યોના ૬૦ કલાકારોનું પોરબંદરમાં આગમન થઈ ચૂક્યું છે.
પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે તા.17ને બુધવારના રોજ પરંપરાગત યોજાતા લોકમેળાને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ તકે રાજ્યના સચિવ આલોક કુમાર પાંડે અશ્વિનીકુમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન અગ્ર સચિવ રાજકુમાર દ્વારા કરવામાં આવ્યું હતું અને પ્રાસંગિક ઉદબોધનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા મહાભારત શ્રીમદ ભાગવત ના અનેક ઉત્તમ ઉદાહરણ સાથે આપણી પરંપરા જે હજુ પણ જળવાઈ રહી છે તેનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. આ વર્ષે લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાન રાખીને આ મેળો ખૂબ જ મર્યાદામાં તેમ છતાં ખૂબ જ ગરિમા પૂર્ણ રીતે ઉજવવામાં આવી રહ્યો છે તેમ પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની આભાર વિધિ પોરબંદર કલેક્ટર લાખાણી દ્વારા કરવામાં આવી હતી.
અંદાજે 300 થી વધારે કલાકારો દ્વારા આ કાર્યક્રમને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ભારતના ઉત્તર પૂર્વ રાજ્યમાંથી આવેલા કલાકારો તેમજ ગુજરાતના કલાકારો દ્વારા રજૂ થયેલા પરંપરાગત લોક નૃત્યો ને જોઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અગ્ર સચિવ સહિતના અધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા ભગવાન શ્રીકૃષ્ણના વર્ષો પહેલા આ સ્થળ પર થયેલા લગ્નની અદભુત ઝાંખી જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા અને તાલીઓના સાથે કલાકારોને બિરદાવવામાં આવ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સૌ કલાકારો સાથે એક યાદગીરી રૂપે તસવીર પણ ખેંચાવી હતી અને સૌ કલાકારોને પોતાની આ મહેનત બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા અને મોડી સાંજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોરબંદર ખાતે રવાના થયા હતા.
તમે આ પણ વાંચી સકો છો :
Voting Awareness: સુરતમાં મતદાન જાગૃતિ અભિયાન, સ્ટેટ આઈકોન નિકિતા કુંવરે મતદારોને કરી અપીલ
તમે આ પણ વાંચી સકો છો :
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.